શોધખોળ કરો

T20 World Cup: 'અનેકવાર પોતાના પર શંકા થઈ હતી, પરંતુ...', જીત બાદ ઈમોશનલ થયો સંજૂ સેમસન

T20 World Cup: રવિવારે ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને હરાવીને આઈસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.

T20 World Cup: રવિવારે ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને હરાવીને આઈસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. આ જીતનો વાસ્તવિક હીરો સંજુ સેમસન હતો, જેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. સંજુએ આ વર્લ્ડ કપમાં ઘણા ઉતાર-ચઢાવનો સામનો કર્યો છે. પરંતુ આજે તેણે એકલા હાથે આખી વેસ્ટ ઈન્ડિઝ ટીમને ઘૂંટણિયે પાડી દીધી અને ભારતને સેમિફાઇનલમાં પહોંચાડ્યું હતું. ભારતની જીત પછી સંજુ સેમસન ભાવુક થઈ ગયો અને કહ્યું કે આ દિવસ તેના જીવનના સૌથી મોટા દિવસોમાંનો એક હતો. સંજુએ 50 બોલમાં અણનમ 97 રનની ઇનિંગ રમી, જેનાથી ભારતને 20મી ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝના 196 રનના કુલ સ્કોરનો પીછો કરવામાં મદદ મળી હતી.

"હું આ દિવસની રાહ જોઈ રહ્યો હતો"

પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયા પછી સંજુ સેમસને કહ્યું હતું કે તેણે બાળપણથી જ પોતાના દેશ માટે રમવાનું સ્વપ્ન જોયું હતું અને આજે તેને લાગે છે કે તેની રાહ સાચી પડી છે. તેણે સ્વીકાર્યું કે તેની કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે અને ક્યારેક તેણે પોતાની જાત પર શંકા કરી હતી, પરંતુ તેણે ક્યારેય વિશ્વાસ ગુમાવ્યો નથી. સેમસને જણાવ્યું કે ભલે તે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી મેચ રમ્યો નથી, પણ ડગઆઉટમાં બેસીને તેણે અનુભવી ખેલાડીઓ પાસેથી ઘણું શીખ્યો છે. તેણે ખાસ કરીને વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ખેલાડીઓનું નામ લેતા કહ્યું કે તેણે જોયું કે મોટા ખેલાડીઓ મેચ કેવી રીતે પૂર્ણ કરે છે અને પરિસ્થિતિ અનુસાર પોતાની રમતને કેવી રીતે અનુકૂળ બનાવે છે.

તેણે કહ્યું હતું કે છેલ્લી મેચ અલગ હતી કારણ કે ટીમ પહેલા બેટિંગ કરી રહી હતી અને તેને મોટો સ્કોર કરવાની જરૂર હતી. જોકે, આ મેચમાં વિકેટ પડી રહી હતી, તેથી તેણે ભાગીદારી બનાવવાનો અને દરેક બોલ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લીધો હતો.

સંજુએ પોતાનો ગેમ પ્લાન સમજાવ્યો

સંજુએ કહ્યું હતું કે, "મેં કંઈ ખાસ કરવાનું વિચાર્યું ન હતું, મેં ફક્ત મારી ભૂમિકા ભજવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ મારા જીવનના શ્રેષ્ઠ દિવસોમાંનો એક છે."

સૂર્યાએ ટીમની ખૂબ પ્રશંસા પણ કરી

કેપ્ટન સૂર્યકુમાર યાદવે તેને ક્વાર્ટર ફાઇનલ જેવી મેચ ગણાવી હતી. તેણે કહ્યું કે ટીમે દબાણમાં સારુ પ્રદર્શન કર્યું.  સૂર્યાએ કહ્યું, "સારા લોકો (સંજુ) સાથે સારી વસ્તુઓ થાય છે. જ્યારે તે રમી રહ્યો ન હતો ત્યારે પણ તે સખત મહેનત કરી રહ્યો હતો અને આજે તેને તેનું ફળ મળ્યું." કેપ્ટને કહ્યું કે 200 રનના લક્ષ્યનો હંમેશા પીછો કરી શકાય છે, ખાસ કરીને જ્યારે ઝાકળને કારણે બોલ બેટ પર સારી રીતે આવે છે. ટીમની યોજના મેચને અંત સુધી લઈ જવાની હતી અને તે વ્યૂહરચના કામ કરી ગઈ. મુંબઈમાં સેમિફાઇનલ અંગે સૂર્યાએ કહ્યું કે ટીમ દરેક મેચ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેમણે એ પણ સ્વીકાર્યું કે મોટી મેચોમાં ગભરાટ હોય છે, પરંતુ તેને સંભાળવો એ વાસ્તવિક પડકાર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget