સચિનની દીકરી સારાની ભારતના આ સ્ટાર ક્રિકેટરની સાથે અફેરની ખબર છે સાચી? બંનેના આ પગલાંથી લોકો હેરાન
શુભમન ગિલ અને સારાએ એક જ કેપ્શનની સાથે પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી. આ તસવીરોથી વધારે તેના કેપ્શને તમામ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
નવી દિલ્હીઃ ભારતનો યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ હાલ સારા ફોર્મમાં નથી પરંતુ મેદાન બહાર તે સમાચારમમાં રહે છે. ન્યૂઝિલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં તે પ્રથમ ઈનિંગમાં 28 અને બીજી ઈનિંગમાં 8 રન બનવી શક્યો હતો. આ દરમિયાન શુભમન ગિલ અને ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સાથે અફેરની ખબર આવતી રહી છે. બંને એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. એટલું જ નહીં એકબીજાના પરિવારના સભ્યોને પણ ફોલો કરે છે.
સારા તેંડુલકર ઈન્સ્ટાગ્રામ પર શુભમનની બહેન સેહનલ ગિલને ફોલો કરે છે. જે તેના અને શુભમનના સંબંધો અંગે ઘણું કહી જાય છે. જ્યારે ગિલે સારાને છોડીને તેના પરિવારના કોઈ સભ્યોને ફોલો નથી કર્યા, આશ્ચર્યની વાત છે કે તે માસ્ટર બ્લાસટરને પણ ફોલો નથી કરતો.
સારા શુભંમન ઉપરાંત તેના પિતા સચિન તેંડુલકર, ભાઈ અર્જુન તેંડુલકર, ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી, યુવરાજ સિંહ, હરભજન સિંહ, હાર્દિક પંડ્યા, અજીત અગરકરને ફોલો કરે છે. શુભમને તાજેતરમાં સારા સાથેના સંબંધને લઈ ઈશારા ઈશારામાં વાત કરી હતી. ઈસ્ટાગ્રામ પર સવાલ જવાબ સેશન દરમિયાન ગિલને એક ફેંસે પૂછ્યું હતું કે શું તમે હજી સિંગલ છો. તેના પર ગિલે કહ્યું, હા, હું સિંગલ છું. આગામી દિવસોમાં મારી આવી કોઈ યોજના નથી.
શુભમન ગિલ અને સારાએ એક જ કેપ્શનની સાથે પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી. આ તસવીરોથી વધારે તેના કેપ્શને તમામ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. સારા તેંડુલકરે ‘I SPY’ની સાથે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક તસવીર શેર કરી હતી. અને થોડા સમય બાદ જ શુભમન ગિલે પણ તે જ કેપ્શન અને ઈમોજી સાથે પોતાની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી સારા અને ગીલ વચ્ચે એફેર અને ડેટિંગની ચર્ચા ચાલી રહી છે.