Sarfaraz Khan Debut: ટીમ ઇન્ડિયાની કેપ જોઇને રડી પડ્યા સરફરાઝ ખાનના પિતા, ઇગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટમાં મળી તક
Sarfaraz Khan Debut: ટીમ ઈન્ડિયાએ રાજકોટ ટેસ્ટ માટે સરફરાઝ અને ધ્રુવ જુરેલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યા છે
Sarfaraz Khan IND vs ENG: રાજકોટમાં ઇંગ્લેન્ડ સામે રમાનારી મેચ માટે ભારતે પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કર્યા છે. ટીમ ઈન્ડિયાએ સરફરાઝ ખાનને તક આપી છે. સરફરાઝ ડેબ્યૂ ટેસ્ટ મેચ રમશે. ટોસ પહેલા તેને ભારતીય ટીમની કેપ આપવામાં આવી હતી. સરફરાઝ કેપ સાથે સ્ટેડિયમમાં ઉભેલા પિતા પાસે પહોંચ્યો હતો. ટીમ ઈન્ડિયાની કેપ જોઈને સરફરાઝના પિતા આંસુ રોકી શક્યા ન હતા. સરફરાઝનો ડોમેસ્ટિક ક્રિકેટમાં સારો રેકોર્ડ છે. હવે તે આંતરરાષ્ટ્રીય મેચ રમશે.
From The Huddle! 🔊
— BCCI (@BCCI) February 15, 2024
A Test cap is special! 🫡
Words of wisdom from Anil Kumble & Dinesh Karthik that Sarfaraz Khan & Dhruv Jurel will remember for a long time 🗣️ 🗣️
You Can Not Miss This!
Follow the match ▶️ https://t.co/FM0hVG5X8M#TeamIndia | #INDvENG | @dhruvjurel21 |… pic.twitter.com/6RGZXCcM9h
ટીમ ઈન્ડિયાએ રાજકોટ ટેસ્ટ માટે સરફરાઝ અને ધ્રુવ જુરેલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યા છે. આ બંને ખેલાડી ડેબ્યૂ ટેસ્ટ મેચ રમશે. સરફરાઝની કારકિર્દીની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ હશે. આ બંને ખેલાડીઓને મેચ પહેલા ટીમ ઈન્ડિયાની કેપ આપવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. સરફરાઝ ટેસ્ટ કેપ લઈને પિતા પાસે પહોંચ્યો હતો. આ જોઈને તેના પિતા ભાવુક થઈ ગયા અને આંસુ રોકી શક્યા નહીં. તેમણે સરફરાઝને ગળે લગાવ્યો હતો.
🚨 Team Update 🚨
— BCCI (@BCCI) February 15, 2024
4⃣ changes in #TeamIndia's Playing XI for Rajkot
Dhruv Jurel and Sarfaraz Khan are all set to make their Test Debuts 🙌
Follow the match ▶️ https://t.co/FM0hVG5X8M#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/rk1o1dNQMc
કેવી રહી છે સરફરાઝની ડોમેસ્ટિક કારકિર્દી
સરફરાઝ ખાનનો રેકોર્ડ અત્યાર સુધી સારો રહ્યો છે. તેણે ફર્સ્ટ ક્લાસમાં ત્રેવડી સદી પણ ફટકારી છે. તેણે આ ફોર્મેટની 45 મેચમાં 3912 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 14 સદી અને 11 અડધી સદી ફટકારી છે. સરફરાઝનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 301 રન રહ્યો છે. તેણે 37 લિસ્ટ A મેચમાં 629 રન બનાવ્યા છે. સરફરાઝે 96 ટી20 મેચ પણ રમી છે. જેમાં 1188 રન બનાવ્યા છે.
ભારત A માટે સદી ફટકારી
સરફરાઝ ઈન્ડિયા A તરફથી પણ રમી ચૂક્યો છે. તેણે તાજેતરમાં ઈંગ્લેન્ડ લાયન્સ સામે સદી ફટકારી હતી. સરફરાઝે 24 જાન્યુઆરીએ અમદાવાદમાં રમાયેલી મેચમાં 161 રન બનાવ્યા હતા. આ પહેલા એક ઇનિંગમાં 55 રન બનાવ્યા હતા. તેણે 12 જાન્યુઆરીએ ઈંગ્લેન્ડ લાયન્સ સામે 96 રનની ઈનિંગ રમી હતી.