Ranji Trophy: આ યુવા ખેલાડીએ રણજી ટ્રોફીમાં મચાવ્યો કહેર, 122થી એવરજથી બનાવ્યા રન
MUM vs MP Final: રણજી ટ્રોફીની ફાઇનલમાં ભલે મુંબઈની ટીમને મધ્યપ્રદેશ સામે હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ યુવા ખેલાડી સરફરાઝ ખાને તેની બેટિંગથી સૌને પ્રભાવિત કર્યા છે.
MUM vs MP Final: રણજી ટ્રોફીની ફાઇનલમાં ભલે મુંબઈની ટીમને મધ્યપ્રદેશ સામે હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ યુવા ખેલાડી સરફરાઝ ખાને તેની બેટિંગથી સૌને પ્રભાવિત કર્યા છે. વાસ્તવમાં, મુંબઈના આ ધાકડ બેટ્સમેને રણજી ટ્રોફી સિઝન 2021-22માં શાનદાર બેટિંગનો નજારો રજૂ કર્યો છે. તેણે આ સિઝનમાં 6 મેચની 9 ઇનિંગ્સમાં 982 રન બનાવ્યા છે.
સરફરાઝ ખાને 4 સદી
રણજી ટ્રોફી સિઝન 2021-22માં મુંબઈના સ્ટાર બેટ્સમેન સરફરાઝ ખાને બેટથી રનનો વરસાદ કરી દીધો છે. આ સિઝનમાં સરફરાઝ ખાનનો સર્વોચ્ચ સ્કોર 275 રન રહ્યો છે. આ સાથે તેણે 4 સદી અને બે વખત પચાસ રનનો આંકડો પાર કર્યો હતો. જોકે મુંબઈને મધ્યપ્રદેશ સામેની ફાઈનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ સરફરાઝ ખાને પ્રથમ દાવમાં શાનદાર સદી ફટકારી હતી.
122.75ની એવરેજથી 982 રન બનાવ્યા
તો બીજી તરફ, જો આપણે 2021-22ની રણજી ટ્રોફી સીઝનમાં સરફરાઝ ખાનની સરેરાશ જોઈએ, તો તેણે અહીં પણ પોતાનો દબદબો કાયમ રાખ્યો છે. વાસ્તવમાં, રણજી ટ્રોફી સિઝન 2021-22માં સરફરાઝ ખાને 122.75ની એવરેજથી રન બનાવ્યા હતા. જ્યારે તેનો સ્ટ્રાઈક રેટ 69.54 રહ્યો હતો. આ સિવાય સરફરાઝ ખાને રણજી ટ્રોફી સિઝન 2021-22માં 93 ચોગ્ગા અને 19 છગ્ગા ફટકાર્યા હતા.
મધ્ય પ્રદેશે 67 વર્ષનો દુષ્કાળ દૂર કરી પહેલી વાર રણજી ટ્રોફી જીતી
બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મધ્ય પ્રદેશે ઈતિહાસ રચી દીધો છે. 2022ની રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં મધ્ય પ્રદેશે મુંબઈને 6 વિકેટથી હરાવીને પહેલી વખત ખિતાબ પોતાના નામે કર્યો છે. જણાવી દઈએ કે, મધ્ય પ્રદેશની ટીમ 1954-55થી રણજી ટ્રોફી રમી રહી છે. ત્યારથી લઈને અત્યાર સુધી મધ્ય પ્રદેશે એક પણ વખત રણજી ટ્રોફી નહોતી જીતી પણ હવે આ દુષ્કાળ આ વર્ષે પુર્ણ થયો છે અને મધ્ય પ્રદેશે 2022ની રણજી ટ્રોફી જીતી લીધી છે.
જીત માટે 108 રનનો ટાર્ગેટ મળ્યો
રણજી ટ્રોફીની ફાઈનલમાં મુંબઈએ પહેલાં બેટિંગ કરતાં 374 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મધ્ય પ્રદેશે રજત પાટીદારના 122, યશ દુબેના 133 અને શુભમ શર્માના 163 રનની મદદથી 536 રન બનાવ્યા હતા. આ સાથે મધ્ય પ્રદેશને પહેલી ઈનિંગમાં 162 રનની લીડ મળી હતી. બીજી ઈનિંગમાં મુંબઈએ 269 રન જ બનાવ્યા હતા. આ રીતે મધ્ય પ્રદેશને જીત માટે 108 રનનો ટાર્ગેટ મળ્યો હતો. મધ્ય પ્રદેશના ખેલાડીઓએ ફક્ત 4 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક મેળવી લીધો હતો અને પહેલી વાર રણજી ટ્રોફી જીતી હતી.