શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
2021માં ટીમ ઈન્ડિયા કેટલા દેશોનો કરશે પ્રવાસ, કેટલી રમશે મેચ, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ
ઓસ્ટ્રેલિયા પ્રવાસેથી પરત ફર્યા બાદ ફેબ્રુઆરી-માર્ચમાં ઘર આંગણે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ, વન ડે અને ટી-20 મેચની સીરિઝ રમાશે. જેમાંની કેટલીક મેચ અમદાવાદમાં પણ રમાશે.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા હાલ ઓસ્ટ્રેલિયા પ્રવાસે છે. 2021માં ભારતીય ટીમ 14 ટેસ્ટ, 16 વન ડે અને 23 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમશે. આ ઉપરાંત ટી20 વર્લ્ડકપ અને એશિયાકપની મેચો પણ ભારતમાં રમાશે. ઓસ્ટ્રેલિયા પ્રવાસેથી પરત ફર્યા બાદ ફેબ્રુઆરી-માર્ચમાં ઘર આંગણે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ, વન ડે અને ટી-20 મેચની સીરિઝ રમાશે. જેમાંની કેટલીક મેચ અમદાવાદમાં પણ રમાશે.
જે બાદ આઈપીએલ રમાશે. આઈપીએલ પૂરી થયા બાદ ભારત શ્રીલંકા પ્રવાસે જશે. જ્યાં ત્રણ વન ડે અને પાંચ ટી-20 રમાશે.આ સીરિઝ જૂન-જુલાઈમાં યોજાશે અને તરત જ એશિયા કપનું આયોજન થશે. જે બાદ ઝિમ્બાબ્વે પ્રવાસે ભારતીય ટીમ જશે.
ઝિમ્બાબ્વેથી ભારતીય ટીમ ઓગસ્ટમાં ઈંગ્લેન્ડ પ્રવાસે 5 ટેસ્ટ રમવા જશે. ઓક્ટોબરમાં સાઉથ આફ્રિકાની ટીમ ભારતમાં વન ડે અને 5 ટી20 મેચની સીરિઝ રમવા આવશે. જે બાદ ઓક્ટોબર નવેમ્બરમાં ભારતમાં ટી-20 વર્લ્ડકપ યોજાશે.
નવેમ્બરમાં ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડમાં વન ડે અને ટી20 સીરિઝ રમવા જશે. જ્યારે ડિસેમ્બરમાં સાઉથ આફ્રિકાના પ્રવાસે 3 ટેસ્ટ અને 3 ટી20 રમવા જશે. 2021ના વર્ષ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમ વ્યસ્ત રહેશ અને ક્રિકેટ પ્રેમીઓને મેચનો આનંદ માણવા મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બોલિવૂડ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion