T20 વર્લ્ડકપ પહેલા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને લાગ્યો મોટો ઝાટકો, વેસ્ટ ઇન્ડિઝ-બાંગ્લાદેશ પ્રવાસમાંથી સાત ખેલાડી હટી ગયા
હેલા એવી અટકળો હતી કે અનેક ખેલાડીઓ કોરેન્ટાઈન અને બાયો બબલને કારણે વેસ્ટ ઇન્ડિઝ અને બાંગ્લદેશ પ્રવાસ પર જવા નથી માગતા.
આ વર્ષે થનાર આઈસીસી ટી20 વર્લ્ડ કપની તૈયારીમાં લાગેલ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને મોટો ઝાટકો લાગ્યો છે. ક્રિકેટ ઓટ્રેલિયાએ ટી20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખથા વેસ્ટ ઇન્ડિઝ અને બાંગ્લાદેશ વિરૂદ્ધ સીરીઝ રમવાનો નિર્ણય કર્યો છે. પરંતુ કોરોના વાયરસના કડક પ્રોટોકોલને કારણે ઓસ્ટ્રેલિયાની ટીમના 7 ખેલાડીઓએ વેસ્ટ ઇન્ડિઝ અને બાંગ્લાદેશ ટૂરથી પોતાના નામ પરત ખેંચી લીધા છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સાત ખેલાડીઓના વેસ્ટ ઇન્ડિઝ અને બાંગ્લાદેશ પ્રવાસથી હટી જવાની વાતની પુષ્ટિ કરી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ નિવેદન બહાર પાડીને કહ્યં કે, “પેટ કમિન્સ, ગ્લેન મેક્સવેલ, ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, સ્ટોઇનિસ, જોય રિચર્ડસન અને કેન રિચર્ડસન ટીમની સાથે વેસ્ટ ઇન્ડિઝ અને બાંગ્લાદેશ પ્રવાસ પર નહીં જાય.”
પહેલા એવી અટકળો હતી કે અનેક ખેલાડીઓ કોરેન્ટાઈન અને બાયો બબલને કારણે વેસ્ટ ઇન્ડિઝ અને બાંગ્લદેશ પ્રવાસ પર જવા નથી માગતા. છેલ્લા એક વર્ષથી ઓસ્ટ્રેલિયાની ખેલાડીઓ બાયો બબલમાં જ રહ્યા છે. હવે પરિવારને સમય આપવા માટે કમિંસ સહિત સાત ખેલાડીઓએ ટીમમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું છે.
સ્ટીવ સ્મિથ ઇજાગ્રસ્ત
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ ઇજાગ્રસ્ત હોવાની જાણકારી આપી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે, સ્ટીવ સ્મિથ કોણીની ઇજાને કારણે પરેશાન છે માટે તેને વેસ્ટ ઇન્ડિઝ અને બાંગ્લાદેશ પ્રવાસથી બહાર રાખવામાં આવ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનું માનવું છે કે કેટલાક મહિનાનો આરામ સ્ટીમ સ્મિથને આ વર્ષના અંતમાં રમાનાર એશેજ સીરિઝ માટે ફિટ રાખવામાં મદદગાર સાબિત થશે.
બાકીના 6 ખેલાડીઓ વિતેલા મહિને સ્થગિત થયેલ આઈપીએલની 14મી સીઝનનો હિસ્સો હતા. આ ખેલાડીઓને ઘરે પહોંચવામાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આઈપીએલ સ્થગિત થયાના એક મહિના સુધી ઓસ્ટ્રેલિયાની ખેલાડીઓ પહેલા માલદીવ અને બાદમાં ઓસ્ટ્રેલિયામાં કોરેન્ટાઈન રહ્યા.
WTC Final 2021: ઓસ્ટ્રેલિયાને ધૂળ ચટાડનારા કયા ખેલાડીને કોહલીએ ટીમમાં સ્થાન ન આપ્યું ? જાણો વિગત