શોધખોળ કરો

WTC Final 2021: ઓસ્ટ્રેલિયાને ધૂળ ચટાડનારા કયા ખેલાડીને કોહલીએ ટીમમાં સ્થાન ન આપ્યું ? જાણો વિગત

રોહિત શર્મા અને શુભમન ગિલની જોડી ઓપનિંગ કરશે. બોલર્સ તરીકે કોનો સમાવેશ કરવો તે કોહલી માટે માથાનો દુખાવો બની શકે છે.

નવી દિલ્હીઃ ભારતે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની (ICC World Test Championship) ફાઈનલ માટે ૧૫ સભ્યોની ટીમની (Team India) જાહેરાત કરી દીધી છે. જેમાં કોહલી (Virat KOhli), શમી જેવા ધૂરંધરોની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયામાં શાનદાર દેખાવ કરનારા શાર્દૂલ ઠાકુર (Shardul Thakur)ને સ્થાન આપવામાં આવ્ચું નથી. જેમાં અશ્વિન અને જાડેજાની સ્પિન જોડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોહલીની કેપ્ટન્સી હેઠળની ભારતીય ટીમ ન્યૂઝિલેન્ડને પરેશાન કરવા માટે બંને સ્પિનરોને સમાવીને સરપ્રાઈઝ આપે તેવી શક્યતા પણ છે.

બીસીસીઆઇએ ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરતાં ઓપનિંગ જોડી અંગેના સસ્પેન્સનો અંત આવી ગયો છે. રોહિત શર્મા અને શુબમન ગિલની જોડી ન્યૂઝિલેન્ડ સામેની ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ઓપનિંગ કરશે તે નક્કી મનાય છે. વિકેટકિપર તરીકે પંત અને સહા બંનેને ૧૫ ખેલાડીઓમાં સ્થાન મળ્યું છે. જોકે પંતને પ્લેઈંગ ઈલેવનમાં સમાવાશે તે નક્કી મનાય છે. કેટલાક વિવેચકો એવી શક્યતા પણ વ્યક્ત કરી રહ્યા છે કે, ભારત તેની બેટીંગ લાઈનઅપ મજબુત કરવા માટે જાડેજાને સ્થાને વિહારીને પ્લેઈંગ ઈલેવનમાં સમાવી શકે છે.

ભારતની ટીમ

રોહિત શર્મા, શુબ્મન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), રહાણે (વાઈસ કેપ્ટન), વિહારી, પંત (વિ.કી.), સહા (વિ.કી.), અશ્વિન, જાડેજા, બુમરાહ, ઈશાંત, શમી, યાદવ, સિરાજ.

ન્યૂઝિલેન્ડે પટેલ સ્પિનરનો કર્યો સમાવેશ

ન્યૂઝિલેન્ડે ભારત સામેની આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ માટેની ૧૫ ખેલાડીઓની ટીમમાં ઓલરાઉન્ડર તરીકે સાન્ટનેરને બદલે એજાઝ પટેલને સામેલ કર્યો છે. એજાઝે તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં નોંધપાત્ર દેખાવ કર્યો હતો, જેના કારણે તેને ભારત સામેની ટેસ્ટ ચેમ્પિયનશિપ માટેની ફાઈનલમાં તક આપવામાં આવી છે. વિલિયમસન હાથની ઈજાના કારણે ઈંગ્લેન્ડ સામેની આખરી ટેસ્ટમાં રમી શક્યો નહતો. જે હવે ફિટનેસ મેળવવા તરફ છે તેમ ન્યૂઝિલેન્ડના કોચ ગેરી સ્ટેડે જણાવ્યું હતુ. મિચેલની સાથે બ્રેસવેલ, ડફી અને રવિન્દ્રાને ટીમમાં સ્થાન મળી શક્યું નહતુ. જ્યારે ઈજાગ્રસ્ત વેટલિંગ પણ ભારત સામેની મેચ અગાઉ ફિટનેસ મેળવી લેશે તે નક્કી મનાય છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Embed widget