Cricket: ક્રિકેટના આ મહાન ઓલરાઉન્ડર પર લાગ્યો મર્ડર કેસ, થશે જેલ ભેગો ? જાણો સમગ્ર મામલો
Shakib Al Hasan Murder Case: બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાકિબ અલ હસન આ દિવસોમાં હત્યાના આરોપમાં ચર્ચાના કેન્દ્રમાં છે
Shakib Al Hasan Murder Case: બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાકિબ અલ હસન આ દિવસોમાં હત્યાના આરોપમાં ચર્ચાના કેન્દ્રમાં છે. શાકિબ પોતાના ગુસ્સાભર્યા વલણના કારણે ઘણીવાર વિવાદોમાં સપડાયેલો રહે છે, પરંતુ હવે તેના પર તેના જ દેશમાં ગંભીર હત્યાનો આરોપ લાગ્યો છે, જેના માટે તેને જેલ પણ જવું પડી શકે છે. એકતરફ બાંગ્લાદેશમાં તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે, પરંતુ તે હાલમાં પાકિસ્તાનમાં 2 ટેસ્ટ મેચની સીરીઝમાં વ્યસ્ત છે.
શું છે મામલો ?
ખરેખર, બાંગ્લાદેશની રાજધાની ઢાકાના અદાબોર પોલીસ સ્ટેશનમાં રફીકુલ ઈસ્લામ નામના વ્યક્તિ દ્વારા શાકિબ અલ હસન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન રફીકુલના પુત્ર રૂબેલનું 7 ઓગસ્ટના રોજ મૃત્યુ થયું હતું. એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઢાકાના રિંગ રોડ પર વિરોધ પ્રદર્શન દરમિયાન રૂબેલને છાતી અને પેટમાં ગોળી વાગી હતી.
રફીકુલ ઈસ્લામે ઉલ્લેખ કરેલા આરોપીઓની યાદીમાં કુલ 154 લોકોનો સમાવેશ થાય છે. આરોપીઓની યાદીમાં શાકિબનું નામ 28માં નંબર પર છે અને તેના સિવાય બાંગ્લાદેશી અભિનેતા ફિરદૌસ અહેમદ પર પણ હત્યાનો આરોપ છે. 2023માં અવામી લીગ પાર્ટી તરફથી સાંસદ તરીકે ચૂંટાયા હોવાને કારણે શાકિબ પણ નિશાના પર આવી ગયો છે, પરંતુ બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શનને કારણે અવામી લીગની સરકાર પડી ગઈ છે.
પૂર્વ પ્રધાનમંત્રી પર પણ આરોપ
બળવા પહેલા શેખ હસીના બાંગ્લાદેશના વડાપ્રધાન તરીકે સેવા આપી રહી હતી. ક્રિકેટર શાકિબ અલ હસન અને અન્ય ઘણી હસ્તીઓ ઉપરાંત રફીકુલ ઈસ્લામે પોતાના પુત્રની હત્યાના આરોપમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાનું નામ પણ લીધું છે. હાલમાં 154 લોકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે, પરંતુ તેમના સિવાય 400-500 લોકોને પણ રૂબેલના મૃત્યુ માટે જવાબદાર ગણવામાં આવ્યા છે, જેમની ઓળખ હજુ સુધી થઈ નથી.
શું શાકિબ અલ હસનની કેરિયર થઇ જશે ખતમ ?
શેખ હસીનાના રાજીનામાના દિવસો બાદ મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશના વચગાળાના વડાપ્રધાન છે. જ્યારે આ આરોપો સામે આવ્યા ત્યારે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) એ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે શાકિબ જ્યાં સુધી તેના પર લાગેલા આરોપો સાબિત ન થાય ત્યાં સુધી તે રાષ્ટ્રીય ટીમ માટે રમવાનું ચાલુ રાખશે. આ કારણથી તેને પાકિસ્તાન સામેની સીરીઝમાંથી પરત બોલાવવામાં આવ્યો ન હતો.
આ પણ વાંચો