શોધખોળ કરો
Advertisement
જીત બાદ ધવને દિલ્હી કેપિટલ્સના કયા ક્રિકેટરોને ગણાવ્યા અસલી હીરો, મેચ બાદ શું કહ્યું, જાણો વિગતે
મેચ બાદ હંગામી કેપ્ટન બનેલા શિખર ધવને જીત માટે ટીમને અભિનંદન આપ્યા હતા. શિખર ધવને જીત માટે ટીમના અનુભવી બૉલરોને શ્રેય આપ્યો અને તેમને અસલી હીરો ગણાવ્યા હતા
નવી દિલ્હીઃ આઇપીએલની 13 સિઝનમાં દિલ્હી કેપિટલ્સની બાદશાહ યથાવત છે, પૉઇન્ટ ટેબલ પર ફરી એકવાર 8 મેચમાંથી 6 જીતીને 12 પૉઇન્ટ અને 0.990 ની નેટ રનરેટની સાથે પહેલા નંબર પર છે. ટીમ સતત સારુ પ્રદર્શન કરી રહી છે. બુધવારે રમાયેલી દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચેની મેચમાં દિલ્હીએ 13 રનોથી શાનદાર જીત મેળવી. મેચ બાદ હંગામી કેપ્ટન બનેલા શિખર ધવને જીત માટે ટીમને અભિનંદન આપ્યા હતા. શિખર ધવને જીત માટે ટીમના અનુભવી બૉલરોને શ્રેય આપ્યો અને તેમને અસલી હીરો ગણાવ્યા હતા.
મેચ બાદ ધવને કહ્યું- હું ખુશ છુ કે અમે મેચ જીતી ગયા, આ શાનદાર ટીમ પ્રયાસ હતો, અમને હંમેશા લાગી રહ્યું હતુ કે અમારી પાસે મોકો છે. અમે જાણતા હતા કે તેમની બેટિંગમાં એટલુ ઉંડાણ નથી, અમે જાણતા હતા કે જો અમે તેમના ટૉપ ઓર્ડરને આઉટ કરી લઇશુ તો તેમને હરાવી શકીશુ. અમારી પાસે બૉલિંગમાં અનુભવ છે.
શિખર ધવને મન ઓફ ધ મેચ હાંસલ કરનારા એનરિક અને યુવા બૉલર તુષારની પ્રસંશા કરી, તેને કહ્યું- હવે અમારી પાસે શાનદાર બૉલર એનરિક છે, તુષારે પણ સારુ કર્યુ છે. મેચ બાદ ધવને ટીમના અનુભવી બૉલરોને જીતના અસલી હીરો ગણાવ્યા હતા, ધવને કહ્યું તેમને કમાલ કર્યુ છે.
ખાસ વાત છે કે રાજસ્થાન વિરુદ્ધ રમાયેલી મેચ બાદ દિલ્હી કેપ્ટિલ્સની મુશ્કેલીઓ વધુ વધી ગઇ છે. ટીમને કેપ્ટન શ્રેયસ અય્યર ઇજાગ્રસ્ત થઇ ગયો છે. તેને બીજી ઇનિંગમાં ફિલ્ડિંગ દરમિયાન ઇજા પહોંચી હતી, અને બાદમાં અય્યરને મેદાનની બહાર જવુ પડ્યુ હતુ, અને ટીમની કેપ્ટનશી ધવને સંભાળી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion