શોધખોળ કરો
Advertisement
શોએબ અખ્તરે કોહલી-રોહિત માટે એવુ શું કહ્યું કે પાકિસ્તાનીઓ જ અખ્તરને ગાળો આપવા લાગ્યા, જાણો વિગતે
અખ્તરે તાજેતરમાંજ પાકિસ્તાની અને ભારતીય ક્રિકેટની તુલના કરી હતી, અખ્તરે કોહલી અને રોહિતને બેસ્ટ ખેલાડી પણ ગણાવ્યા હતા. આ મામલે પાકિસ્તાની લોકોએ અખ્તરને કહ્યું કે તમે આ રીતે ભારત, વિરાટ અને રોહિતની પ્રસંશા ના કરી શકો
નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે ભારતીય ટીમના કેપ્ટન અને ઉપકેપ્ટનની જબરદસ્ત પ્રસંશા કરી છે, અખ્તરે વિરાટ કોહલી અને રોહિત શર્માના પ્રદર્શનની પ્રસંશા કરી તો પાકિસ્તાની લોકો અખ્તરને ગાળાગાળી કરવા લાગ્યા, જોકે, અખ્તરે આ વાતનો વળતો જવાબ પણ આપી દીધો હતો.
અખ્તરે તાજેતરમાંજ પાકિસ્તાની અને ભારતીય ક્રિકેટની તુલના કરી હતી, અખ્તરે કોહલી અને રોહિતને બેસ્ટ ખેલાડી પણ ગણાવ્યા હતા. આ મામલે પાકિસ્તાની લોકોએ અખ્તરને કહ્યું કે તમે આ રીતે ભારત, વિરાટ અને રોહિતની પ્રસંશા ના કરી શકો.
આ મામલે ક્રિકેટ પાકિસ્તાને અખ્તરના હવાલાથી લખ્યું છે- હું કેમ ભારતીય ખેલાડીઓ અને વિરાટ કોહલીની પ્રસંશા ના કરી શકુ? શું પાકિસ્તાનમાં કે આખા વર્લ્ડમાં એવો કોઇ ખેલાડી છે, જે કોહલીની નજીક હોય? મને ખબર નથી પડતી કે લોકોને ગુસ્સો કેમ આવે છે? મને કહેતા પહેલા તમે જઇને આંકડો જુઓ.
તેને કહ્યું કે, કોહલીના નામે હાલના સમયે 70 આંતરરાષ્ટ્રીય સદીઓ છે, અને હાલના સમયે કેટલા લોકોના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેટલી સદી છે. તેને ભારત માટે કેટલી સીરીઝ જીતી? આ પછી પણ મારે તેમની પ્રસંશા કેમ ના કરવી જોઇએ?
અખ્તરે કહ્યું કે, આ એક વિચિત્રિ છે, અમે બધા સ્પષ્ટ રીતે જોઇ શકીએ છીએ કે તે વર્લ્ડનો સૌથી બેસ્ટ બેટ્સમેન છે, તે અને રોહિત શર્મા દરેક સમયે બેસ્ટ પ્રદર્શન આપી રહ્યાં છે, આપણે કેમ તેની પ્રસંશા ના કરવી જોઇએ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રાઇમ
બિઝનેસ
Advertisement