શોધખોળ કરો
Advertisement
ઈન્ડિયા ને ઓસ્ટ્રેલિયા કો ઐસે મારા હૈ જૈસે બોરી મેં બાંધકર મારતેં હૈં..... કયા પાકિસ્તાની ક્રિકેટરે ભારતનાં કર્યાં જોરદાર વખાણ?
શોએબ અખ્તરે પોતાની યુટ્યૂબ ચેનલ પર કહ્યુ- ભારતે અસલમાં ઓસ્ટ્રેલિયાને ચારે ખાને ચીત કરવામાં કોઇ કસર નથી છોડી. સંકટમાં હિંમત બતાવવામાં આવે છે. ભારતીય ટીમે એકદમ સંકટની ઘડીમાં પોતાનુ કૌશલ્ય અને હિંમત બતાવી. તેમને બતાવ્યુ કે તે હાર માનવાવાળા નથી
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાની બીજી બૉક્સિંગ ડે ટેસ્ટમાં માત આપીને ભારતીય ટીમ દરેક જગ્યાએથી પ્રસંશા મેળવી રહી છે, ત્યારે પાડોશી દેશના સ્ટાર ક્રિકેટર શોએબ અખ્તરે પણ ટીમ ઇન્ડિયાની પ્રસંશા કરી છે. તેને વખાણ કરતા રહ્યું કે, ઈન્ડિયા ને ઓસ્ટ્રેલિયા કો ઐસે મારા હૈ જૈસે બોરી મેં બાંધકર મારતેં હૈં.....
યુટ્યૂબ ચેનલ પર કરી પ્રસંશા
શોએબ અખ્તરે પોતાની યુટ્યૂબ ચેનલ પર ભારતીય ક્રિકેટ ટીમની જોરદાર વખાણ કર્યા છે. અખ્તરે કહ્યું- પ્રથમ ટેસ્ટમાં 36 રને આઉટ થઇને બીજી ટેસ્ટમાં મેદાનમાં ઉતરવુ, અને પછી સ્ટ્રોન્ગ ઓસ્ટ્રેલિયાને કઇ રીતે પછાડવી, તે રોહિત શર્મા, વિરાટ, શમી વિનાની ટીમે કરી બતાવ્યુ. ભારતે બીજી ટેસ્ટમાં પંજાબીમાં કહેવાય છે ને કે હડગંજા લાગવીને મારવુ, એટલે કે શર્ટ ટાંગોમાં વીંટીની ઈન્ડિયા ને ઓસ્ટ્રેલિયા કો ઐસે મારા હૈ જૈસે બોરી મેં બાંધકર મારતેં હૈં..... અખ્તરે કહ્યું કે ભારતીય ટીમે જબરદસ્ત જીગર બતાવી છે, ઓસ્ટ્રેલિયા પણ વિચારતુ હશે કે અમે પ્રથમ ટેસ્ટમાં ભારતને માર્યુ હતુ, તેમની પાસે સ્ટાર પ્લેયર્સ પણ નથી તો અમારાથી શું ભુલ થઇ.
શોએબ અખ્તરે પોતાની યુટ્યૂબ ચેનલ પર કહ્યુ- ભારતે અસલમાં ઓસ્ટ્રેલિયાને ચારે ખાને ચીત કરવામાં કોઇ કસર નથી છોડી. સંકટમાં હિંમત બતાવવામાં આવે છે. ભારતીય ટીમે એકદમ સંકટની ઘડીમાં પોતાનુ કૌશલ્ય અને હિંમત બતાવી. તેમને બતાવ્યુ કે તે હાર માનવાવાળા નથી.
(ફાઇલ તસવીર)
અખ્તરે કહ્યું કે, વિરાટ કોહલી, મોહમ્મદ શમી, રોહિત શર્માની ગેરહાજરીમાં પણ રહાણીની ભૂમિકા એકદમ પ્રસંશનીય રહી. રાવલપિંડી એક્સપ્રેસે કહ્યું- અજિંક્યે રહાણેએ સહજતાથી ટીમની આગેવાની કરી, તેમને બૉલરોમાં યોગ્ય રીતે ફેરફાર કરીને કોઇનુ ધ્યાન ખેંચવાની કોશિશ નથી કરી, અને હવે સફળતા તમામ કહાની કહી રહી છે. કહેવાઇ છે કે તમે ચુપચાપ સખત મહેનત કરો છો તો સફળતા જરૂર મળે છે. અખ્તરે ભારતીય ક્રિકેટરો પાસેથી પાકિસ્તાની ક્રિકેટરોને શીખ મેળવવાની સલાહ આપી છે, અખ્તરે કહ્યું કે, હિંમત રાખવી ભારતીયો પાસેથી શીખો.
પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટર શોએબ અખ્તરે પણ ભારતીય ક્રિકેટરો પર ઓળઘોળ થઇ ગયો છે. તેને પાકિસ્તાની ખેલાડીઓને ભારત પાસેથી હિંમત રાખીને આગળ વધવાની સલાહ આપી દીધી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ ચાર ટેસ્ટ મેચોની સીરીઝ ચાલી રહી છે, ભારત બીજી ટેસ્ટ જીતીને સીરીઝમાં બરાબરી કરવા સફળ રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement