શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનના કયા ખેલાડીએ વિરાટને ટીમ ઇન્ડિયાના કેપ્ટનમાંથી હટાવવાની વાત કહી, ને કોને કેપ્ટન બનાવવાની માંગ કરી, જાણો વિગતે
શોએબ અખ્તરે કહ્યું રોહિત શર્મા ભારતના મહાન બેટ્સમેનોમાનો એક છે, અને ઓસ્ટ્રેલિયામાં તેની પાસે એક સારો મોકો હોઇ શકે છે. હવે તેને પોતાની પ્રતિભાની અસલી કિંમત સમજવી પડશે
નવી દિલ્હીઃ પાકિસ્તાની પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે હવે ભારતીય ટીમના કેપ્ટનને લઇને ચાલી રહેલી ચર્ચમાં પોતાનો મત આપ્યો છે. અખ્તરનુ માનવુ છે કે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં વિરાટ કોહલીની જગ્યાએ રોહિત શર્મા સારો કેપ્ટન સાબિત થઇ શકે છે, રોહિત શર્માએ વિરાટની ગેરહાજરીમાં ટેસ્ટ ટીમની આગેવાની કરવી જોઇએ. આમ કરવાથી રોહિતની પાસે લિમીટેડ ઓવરોમાં ટીમની કેપ્ટનશીનો દાવો મજબૂત કરવાનો સર્વશ્રેષ્ઠ મોકો હશે.
કોહલીની ગેરહાજરીમાં રોહિતની આગેવાની વાળી ટીમ ઇન્ડિયાએ એશિયા કપ પણ જીત્યો હતો. અજિંક્યે રહાણેને ટેસ્ટ ટીમનો ઉપ કેપ્ટન બનાવવામાં આવ્યો છે, પરંતુ શોએબ અખ્તરને લાગે છે કે એડીલેડ ટેસ્ટ બાદ રોહિતને કેપ્ટશીપની જવાબદારી સોંપવામાં આવશે. ભારતીય ટીમને કેપ્ટન વિરાટ કોહલી પોતાના પહેલા બાળકના જન્મને લઇને ભારત પરત ફરી જશે.
શોએબ અખ્તરે કહ્યું રોહિત શર્મા ભારતના મહાન બેટ્સમેનોમાનો એક છે, અને ઓસ્ટ્રેલિયામાં તેની પાસે એક સારો મોકો હોઇ શકે છે. હવે તેને પોતાની પ્રતિભાની અસલી કિંમત સમજવી પડશે. તેની પાસે ટીમની આગેવાની કરવાની પ્રતિભા અને ક્ષમતા પણ છે. અહીં ભારત માટે મોટો પડકાર છે.
અખ્તરે કે રોહિત શર્માની આગેવાનીવાળી મુંબઇ ઇન્ડિયન્સની ટીમ આઇપીએલમાં પાંચ વાર ચેમ્પિયન બની ચૂકી છે. તેનામાં કેપ્ટનશીપના યોગ્ય ગુણો છે. ઉલ્લેખનીય છે કે આઇપીએલ બાદ રોહિતને કેપ્ટન બનાવવાની માંગ તેજ થઇ ગઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement