Rajkot News : રાજકોટ ક્રાઈમબ્રાંચે નકલી IPSની પોલીસે કરી ધરપકડ
નોકરી આપવાની લાલચ આપી છેતરપિંડી આચરતા નકલી IPS અધિકારીની રાજકોટ ક્રાઈમબ્રાન્ચે કરી ધરપકડ. વિવેક ઉર્ફે વિકી દવે નામનો આ નકલી IPS અધિકારી પોતાને ગાંધીનગર અને દિલ્લીમાં અધિકારીઓ અને નેતાઓ સાથે સંબંધ હોવાનો દાવો કરીને સરકારી નોકરી આપવાની લાલચ આપીને યુવાનો પાસેથી નાણા પડાવતો હતો. નકલી IPS અધિકારી વિવેકની આ જ છેતરપિંડીમાં પાલીતાણા તાલુકાના ઘેટી ગામનો હરી ગમારાની પણ સંડોવણી ખુલી છે.. ભાવનગર જિલ્લામાં પણ પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલ જીલુભાઈ ગમારાના પુત્રને PSI બનાવવાની લાલચ આપીને 15 લાખ લીધા હતા. પરંતુ PSIમાં પસંદગી ન થતા આરોપીઓએ પૈસા પરત આપવાની વાત કરી. બાદમાં સીધા જ DSP બનાવવાની લાલચ આપીને 2.36 કરોડની માગ કરી હતી. જેથી ફરિયાદી આરોપીઓને આટલી મોટી રકમ આપી હતી. તેમ છતા નોકરીનો કોઈ ઓર્ડર ન આવતા આરોપીઓએ ફરિયાદીને 88 લાક રૂપિયા પરત કર્યા. પરંતુ 1.48 કરોડ પરત ન આપતા ફરિયાદીએ ક્રાઈમબ્રાન્ચમાં નકલી IPS અધિકારી અને હરી ગમારા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી. સોશલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોમાં આરોપી વિવેદ જાહેર કાર્યક્રમોમાં બોડીગાર્ડ સાથે ફરતો જોવા મળતો હતો. કેટલાક કાર્યક્રમોમાં તો તેને IPS અધિકારી તરીકે સન્માનિત પણ કરાયો હોવાનો ખુલાસો થયો છે.. ટેક્નિકલ સર્વેલન્સના આધારે ક્રાઈમબ્રાન્ટે આરોપી વિવેદ દવેની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.. પ્રાથમિક તપાસમાં આરોપી વિવેક ફિલ્મ પ્રોડ્યુસર હોવાનું બહાર આવ્યું છે.. ક્રાઈમબ્રાન્ચે આરોપી વિવેકની વધુ પૂછપરછ હાથ ધરી છે.. જ્યારે તેના સાથીદાર હરી ગમારાની શોધખોળ હાથ ધરી.




















