IND vs AUS: વર્લ્ડ કપ પહેલા શ્રેયસ અય્યરની શાનદાર ઈનિંગ, ઓસ્ટ્રેલિયા સામે તોફાની સદી ફટકારી
શ્રેયસ અય્યરે ઓસ્ટ્રેલિયા સામે ઈન્દોર વનડેમાં શાનદાર સદી ફટકારી હતી. આ ખેલાડીએ 86 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. શ્રેયસ અય્યરની વનડે કરિયરની આ ત્રીજી સદી છે.
Shreyas Iyer Century: શ્રેયસ અય્યરે ઓસ્ટ્રેલિયા સામે ઈન્દોર વનડેમાં શાનદાર સદી ફટકારી હતી. આ ખેલાડીએ 86 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. શ્રેયસ અય્યરની વનડે કરિયરની આ ત્રીજી સદી છે. આ સદી સાથે શ્રેયસ અય્યરે આગામી વર્લ્ડ કપ માટે પોતે તૈયાર હોવાનો સંકેત આપ્યો છે. જોકે સદી ફટકાર્યા બાદ તરત જ શ્રેયસ અય્યર પેવેલિયન પરત ફર્યો હતો. શ્રેયસ અય્યરે 90 બોલમાં 105 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 11 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ પહેલા મોહાલી વનડેમાં શ્રેયસ અય્યર વહેલો આઉટ થયો હતો. પરંતુ આ મેચમાં શાનદાર વાપસી કરી હતી.
End of a fantastic knock 👏👏
— BCCI (@BCCI) September 24, 2023
Shreyas Iyer departs after scoring 105 off just 90 deliveries.
Follow the Match ▶️ https://t.co/OeTiga5wzy#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/4hVNAI1JJL
શ્રેયસ અય્યર અને શુભમન ગીલે સરળતાથી રન બનાવ્યા હતા
આ પહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાને પહેલો ફટકો 16 રનના સ્કોર પર લાગ્યો હતો. ઓપનર રુતુરાજ ગાયકવાડ 12 બોલમાં 8 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ આ પછી શુભમન ગિલ અને શ્રેયસ અય્યર વચ્ચે શાનદાર ભાગીદારી જોવા મળી હતી. બંને ભારતીય બેટ્સમેનોએ ઓસ્ટ્રેલિયાના બોલરો સામે સરળતાથી રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યર અને શુભમન ગિલ વચ્ચે બીજી વિકેટ માટે 200 રનની ભાગીદારી થઈ હતી. 164 બોલમાં બંને વચ્ચે 200 રનની ભાગીદારી થઈ હતી. શ્રેયસ અય્યરની વનડે કરિયરની આ ત્રીજી સદી છે.
શ્રેયસ અય્યરે વર્લ્ડ કપ માટે દાવેદારી નોંધાવી....
આ પહેલા કેએલ રાહુલે એશિયા કપમાં પાકિસ્તાન સામે સદી ફટકારી હતી. સૂર્યકુમાર યાદવ શાનદાર ફોર્મમાં છે. આ સિવાય વિરાટ કોહલી અને ઈશાન કિશન જેવા ખેલાડીઓ મિડલ ઓર્ડરમાં છે. આથી વર્લ્ડ કપ માટે મિડલ ઓર્ડર બેટ્સમેનો વચ્ચે રસપ્રદ જંગ છે, પરંતુ શ્રેયસ અય્યરે પોતાની સદી વડે પોતાનો મજબૂત દાવો રજૂ કર્યો છે.
ભારતની પ્લેઇંગ ઇલેવન
શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (કેપ્ટન-વિકેટકીપર), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, પ્રસિદ્ધ ક્રિષ્ણા.
ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવન
ડેવિડ વૉર્નર, મેથ્યૂ શૉર્ટ, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, જૉશ ઈંગ્લિસ, એલેક્સ કેરી (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, શીન એબૉટ, એડમ ઝમ્પા, જૉશ હેઝલવુડ, સ્પેન્સર જોનસન.