25 વર્ષના આ ખેલાડીની લાગી લોટરી, ટીમ ઈન્ડિયામાં અચાનક મળી વાઈસ કેપ્ટનની જવાબદારી
જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી જેવા અનુભવી બોલરોની વાપસીથી ટીમનું બોલિંગ આક્રમણ મજબૂત બન્યું છે.

Shubman Gill vice-captain: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે અને આ વખતે એક યુવા ખેલાડીની કિસ્મત ચમકી છે. પસંદગીકારોએ આ મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ માટે 25 વર્ષીય શુભમન ગિલને વાઈસ-કેપ્ટનની જવાબદારી સોંપી છે.
રોહિત શર્માના નેતૃત્વ હેઠળ રમશે ટીમ ઇન્ડિયા અને શુભમન ગિલ વાઈસ-કેપ્ટન તરીકે ટીમનું નેતૃત્વ કરશે. આ ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું મિશ્રણ છે. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી જેવા અનુભવી બોલરોની વાપસીથી ટીમનું બોલિંગ આક્રમણ મજબૂત બન્યું છે. કેએલ રાહુલ અને ઋષભ પંત વિકેટકીપર તરીકે ટીમમાં સ્થાન પામ્યા છે.
શુભમન ગિલ રોહિત શર્મા સાથે ઓપનિંગ કરશે તે લગભગ નિશ્ચિત છે. તેણે તાજેતરમાં શ્રીલંકા શ્રેણીમાં પણ વાઈસ-કેપ્ટનની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, તે IPLમાં ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન પણ છે. આ અનુભવ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રોહિત શર્મા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. ગિલ પાસે ઉત્તમ બેટિંગ ટેકનિક છે અને જો તે ક્રિઝ પર ટકી જાય તો મોટી ઇનિંગ્સ રમવાની ક્ષમતા ધરાવે છે. તેણે ODI ક્રિકેટમાં બેવડી સદી પણ ફટકારી છે, જે તેની પ્રતિભાનો પુરાવો છે.
શુભમન ગિલે વર્ષ 2019માં ટીમ ઇન્ડિયા માટે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધીમાં તેણે ઘણી શાનદાર ઇનિંગ્સ રમી છે અને ઓપનર તરીકે ટીમમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું છે. તેણે 47 ODI મેચોમાં 6 સદી અને 13 અડધી સદી સાથે 2328 રન બનાવ્યા છે. ગિલ ત્રણેય ફોર્મેટમાં (ટેસ્ટ, વનડે અને ટી20) ભારત માટે ક્રિકેટ રમ્યો છે. તેણે 32 ટેસ્ટમાં 1893 રન અને 21 T20 ઇન્ટરનેશનલમાં 578 રન બનાવ્યા છે. ત્રણેય ફોર્મેટમાં તેના નામે સદી નોંધાયેલી છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા
ચેમ્પિયન્સ ટ્રોફીનું સંપૂર્ણ શેડ્યૂલ
પાકિસ્તાન વિ ન્યુઝીલેન્ડ - 19 ફેબ્રુઆરી, કરાચી
ભારત વિ બાંગ્લાદેશ – 20 ફેબ્રુઆરી, શ્રીલંકા/દુબઈ
અફઘાનિસ્તાન વિ દક્ષિણ આફ્રિકા – 21 ફેબ્રુઆરી, કરાચી
ઓસ્ટ્રેલિયા વિ ઈંગ્લેન્ડ – 22 ફેબ્રુઆરી, લાહોર
ભારત વિ પાકિસ્તાન- 23 ફેબ્રુઆરી, શ્રીલંકા/દુબઈ
બાંગ્લાદેશ વિ ન્યુઝીલેન્ડ – 24 ફેબ્રુઆરી, રાવલપિંડી
ઓસ્ટ્રેલિયા વિ દક્ષિણ આફ્રિકા – 25 ફેબ્રુઆરી, રાવલપિંડી
અફઘાનિસ્તાન વિરુદ્ધ ઈંગ્લેન્ડ - 26 ફેબ્રુઆરી, લાહોર
પાકિસ્તાન વિ બાંગ્લાદેશ- 27 ફેબ્રુઆરી, રાવલપિંડી
ઓસ્ટ્રેલિયા વિ અફઘાનિસ્તાન- 28 ફેબ્રુઆરી, લાહોર
ઇંગ્લેન્ડ વિ દક્ષિણ આફ્રિકા – 1 માર્ચ, કરાચી
ભારત વિ ન્યુઝીલેન્ડ – 2 માર્ચ, શ્રીલંકા/દુબઈ
સેમિ-ફાઇનલ 1-4 માર્ચ, હજુ નક્કી નથી
સેમિફાઇનલ 2-5 માર્ચ, હજુ નક્કી નથી
ફાઈનલ - માર્ચ 9, હજુ નક્કી નથી
આ પણ વાંચો....
ક્રિકેટર રિંકુ સિંહ સાથે સગાઈના સમાચાર પર SP સાંસદના પિતાએ ABP સાથે વાત કરી, કર્યો મોટો ખુલાસો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
