શોધખોળ કરો
Advertisement
ભારતના વધુ એક ખેલાડીને લાગ્યો કોરોનાનો ચેપ, કેપ્ટન સાથે કુલ 6 ખેલાડીઓ કોરોના સંક્રમિત
હવે વધુ એક ખેલાડી કોરોના સંક્રમિત થતા કુલ આંકડો 6 પર પહોંચ્યો છે. જોકે, હાલ આ કોરોનાના કોઇ લક્ષણો દેખાતા નથી, હાલ ભારતીય ટીમ બેગ્લુરુના કેમ્પમાં છે
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે, ભારતીય હૉકી ટીમના વધુ એક ખેલાડીને કોરોનાનો ચેપ લાગ્યો છે. આ પહેલા પાંચ ખેલાડીઓ કૉવિડ-19થી સંક્રમિત થઇ ચૂક્યા છે, હવે વધુ એક ખેલાડી કોરોના સંક્રમિત થતા કુલ આંકડો 6 પર પહોંચ્યો છે. જોકે, હાલ આ કોરોનાના કોઇ લક્ષણો દેખાતા નથી, હાલ ભારતીય ટીમ બેગ્લુરુના કેમ્પમાં છે.
મનદીપ ઉપરાંત ભારતીય પુરુષ ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ, સુરેન્દ્ર કુમાર, જસકરણ સિંહ, કૃષ્ણા બી અને વરુણ કુમાર બેગ્લુરુામં નેશનલ કેમ્પ પહેલા કોરોના વાયરસની તપાસમાં પૉઝિટીવી નીકળ્યા હતા. આ ખેલાડીઓ ભારતીય ખેલ પ્રાધિકરણના નેશનલ સેન્ટર ઓફ એક્સીલેન્સમાં ટીમની સાથે રિપોર્ટ કર્યા બાદ કોરોના પૉઝિટીવ નીકળ્યા હતા.
મનપ્રી સહિત તમામ એથ્લિટ, જેમને કેમ્પ માટે રિપોર્ટ કર્યા હતા, સ્વાસ્થ્ય મંત્રાલયના દિશા નિર્દેશો અનુસાર ક્વૉરન્ટાઇનમાં રહી રહ્યાં હતા, અને કોરોના વાયરસને ફેલાવવાના ખતરાને ધ્યાનમાં રાખીને તમામને ક્વૉરન્ટાઇનમાં રાખવામાં આવ્યા હતા.
મનપ્રીતે બેગ્લુરુમાં કહ્યું કે હું સાઇ કેમ્પસમાં ક્વૉરન્ટાઇન છું, અને સાઇ અધિકારીઓએ જે રીતે સ્થિતિને સંભાળી છે, તેનાથી હુ ખુબ ખુશ છું, હું આનંદ અને સારુ અનુભવી રહ્યો છું. હું બહુ જલ્દી સાજો થઇ જઇશ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion