SL vs IRE: વર્લ્ડ કપ ક્વોલીફાયર મુકાબલામાં શ્રીલંકાની આયરલેન્ડ પર મોટી જીત, કરુણારત્ને-હસરંગાનું શાનદાર પ્રદર્શન
વર્લ્ડ કપ ક્વોલીફાયર 2023ની મેચમાં શ્રીલંકાએ આયર્લેન્ડને ખરાબ રીતે હરાવ્યું હતું. રવિવારે ટીમનો 133 રનથી વિજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 326 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
World Cup Qualifiers 2023 Ireland vs Sri lanka: વર્લ્ડ કપ ક્વોલિફાયર 2023ની મેચમાં શ્રીલંકાએ આયર્લેન્ડને ખરાબ રીતે હરાવ્યું હતું. રવિવારે ટીમનો 133 રનથી વિજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 326 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં આયર્લેન્ડની ટીમ 192 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી દિમુથ કરુણારત્ને અને વાનિંદ હસરંગાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. કરુણારત્નેએ સદી ફટકારી હતી. જ્યારે હસરંગાએ 5 વિકેટ લીધી હતી.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમે 49.5 ઓવરમાં ઓલઆઉટ થતાં સુધીમાં 325 રન બનાવ્યા હતા. આ દરમિયાન કરુણારત્નેએ સદી ફટકારી હતી. તેણે 103 બોલનો સામનો કરીને 103 રન બનાવ્યા હતા. કરુણારત્નેની ઇનિંગમાં 8 ચોગ્ગા સામેલ હતા. ઓપનર પથુમ નિસાન્કા માત્ર 20 રન બનાવીને આઉટ થયો હતો. કુસલ મેન્ડિસ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. સમરવિક્રમાએ 82 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. તેણે 86 બોલનો સામનો કર્યો અને 4 ચોગ્ગા ફટકાર્યા. અસલંકાએ 38 રન બનાવ્યા હતા. ધનંજય ડી સિલ્વાએ અણનમ 42 રન બનાવ્યા હતા. કેપ્ટન શનાકા 5 રન બનાવીને આઉટ થયો હતો.
શ્રીલંકાએ આપેલા ટાર્ગેટનો પીછો કરતા આયર્લેન્ડની ટીમ માત્ર 192 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. ઓપનર એન્ડી મેકબ્રાને 17 રન બનાવ્યા હતા. પોલ સ્ટારલિંગ માત્ર 6 રન બનાવીને આઉટ થયો હતો. તે એક અનુભવી ખેલાડી છે. કેપ્ટન એન્ડ્ર્યુ બલબિર્ની માત્ર 12 રન બનાવીને આઉટ થયો હતો. હસરંગાએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. હેરી ટેક્ટર શૂન્ય પર આઉટ થયો હતો. જ્યોર્જ ડોકરેલ 26 રન બનાવીને અણનમ રહ્યો હતો. જોશુઆ લિટલે 20 રનનું યોગદાન આપ્યું હતું. તેણે 14 બોલનો સામનો કર્યો અને 2 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.
શ્રીલંકા તરફથી વાનિન્દુ હસરંગાએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે 10 ઓવરમાં 79 રન આપીને 5 વિકેટ લીધી હતી. મહિશ થીક્ષણાએ 6 ઓવરમાં 28 રન આપીને 2 વિકેટ લીધી હતી. કેપ્ટન દાસુન શનાકાએ 5 ઓવરમાં 21 રન આપીને એક વિકેટ લીધી હતી. કાસુન રંજીથાએ 5 ઓવરમાં 22 રન આપીને એક વિકેટ લીધી હતી. લાહિરુ કુમારાએ 5 ઓવરમાં 33 રન આપીને એક વિકેટ લીધી હતી.
આ આઠ ટીમોએ કર્યુ સીધું ક્વૉલિફાય -
યજમાન ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ 2023 વનડે વર્લ્ડકપ માટે સીધા ક્વૉલિફાય થયા છે. હવે બાકીની બે ટીમો ક્વૉલિફાયર રાઉન્ડમાંથી આવશે. ત્યારબાદ ઓક્ટોબર-નવેમ્બરમાં મેઇન ઈવેન્ટ રમાશે. ઘરઆંગણે રમવાને કારણે ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાં ફેવરિટ ટીમ તરીકે ઉતરશે.