શોધખોળ કરો
Advertisement
Exclusive: ABP ન્યૂઝને સૌરવ ગાંગુલીએ કહ્યુ- ઓગસ્ટ અગાઉ શરૂ નહી થાય ટીમ ઇન્ડિયાનો કેમ્પ
આગામી મહિનાથી ઇગ્લેન્ડમાં કોરોના કાળમાં જ ઇન્ટરનેશનલ ક્રિકેટની શરૂઆત થશે
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે માર્ચથી ઇન્ટરનેશનલ ક્રિકેટ પર બ્રેક લાગી છે. જોકે, આગામી મહિનાથી ઇગ્લેન્ડમાં કોરોના કાળમાં જ ઇન્ટરનેશનલ ક્રિકેટની શરૂઆત થશે. આ વચ્ચે દુનિયાભરની મોટાભાગની ટીમોએ કોરોનાના પ્રકોપ વચ્ચે જ અભ્યાસ શરૂ કરી દીધો છે. પરંતુ ભારતીય ખેલાડી હજુ પણ ક્રિકેટના મેદાનથી દૂર છે.
ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ એબીપી ન્યૂઝને જણાવ્યું હતું કે, ટીમ ઇન્ડિયાના ખેલાડીઓનો કેમ્પ ઓગસ્ટ અગાઉ શરૂ થવાની સંભાવના નથી. આઠ જૂલાઇથી ઇગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટેસ્ટ મેચ સાથે ફરીથી ઇન્ટરનેશનલ ક્રિકેટ શરૂ થઇ રહ્યું છે. પાકિસ્તાનની ટીમ પણ આજે ઇગ્લેન્ડ રવાના થશે. પાકિસ્તાન ઇગ્લેન્ડમાં 30 જૂલાઇથી ત્રણ મેચની ટેસ્ટ સીરિઝ અને ત્રણ ટી-20 મેચ રમશે.
આ વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના ફેન્સ પણ રાહ જોઇ રહ્યા હતા કે ટીમ ઇન્ડિયા ક્યારથી અભ્યાસ શરૂ કરશે. ભારતીય ટીમના કેટલાક ખેલાડી ટ્રેનિંગ કરી રહ્યા છે પરંતુ ટીમ ઇન્ડિયા કેમ્પ ક્યારથી શરૂ કરશે. જેના પર અત્યાર સુધી બીસીસીઆઇ તરફથી કોઇ જવાબ આવ્યો નહોતો. બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ એબીપી ન્યૂઝને કહ્યું કે, ઓગસ્ટ અગાઉ ટીમ ઇન્ડિયાના કેમ્પ શરૂ થવાની કોઇ સંભાવના નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion