Hashim Amla Retirement: સાઉથ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર હાશિમ અમલાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી જાહેર કરી નિવૃતિ
39 વર્ષીય દક્ષિણ આફ્રિકાના અનુભવી ખેલાડી હાશિમ અમલાની કારકિર્દી શાનદાર રહી છે
દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન હાશિમ અમલાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. અમલાએ 2019માં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. જોકે તે કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો હતો. પરંતુ હવે તેણે કાઉન્ટી ક્રિકેટ પણ છોડી દીધું છે અને ક્રિકેટના તમામ ફોર્મેટ છોડવાનો નિર્ણય કર્યો છે.
3⃣4⃣9⃣ internationals
— Proteas Men (@ProteasMenCSA) January 18, 2023
1⃣8⃣6⃣7⃣2⃣ runs
1⃣ legendary beard
Thank you for your contribution to the game Mighty Hash. Enjoy the retirement 🫡#BePartOfIt pic.twitter.com/4lvYfkcbWo
અમલાએ ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહી દીધું
નિવૃત્તિની જાહેરાત કરતા દક્ષિણ આફ્રિકાના અનુભવી બેટ્સમેન હાશિમ અમલાએ કહ્યું કે 'મારી પાસે ઓવલ મેદાનની અદ્ભુત યાદો છે. એલેક સ્ટુઅર્ટ અને સમગ્ર સરે સ્ટાફ, ખેલાડીઓ અને સભ્યોનો હું નિષ્ઠાપૂર્વક આભાર માનું છું. હું સરેને શુભેચ્છા પાઠવું છું અને ઘણી વધુ ટ્રોફી જીતવાની આશા રાખું છું.
અમલાની કારકિર્દી શાનદાર રહી
39 વર્ષીય દક્ષિણ આફ્રિકાના અનુભવી ખેલાડી હાશિમ અમલાની કારકિર્દી શાનદાર રહી છે. જો આપણે અમલાના આંતરરાષ્ટ્રીય કરિયરના આંકડાઓ પર નજર કરીએ તો, તેણે દક્ષિણ આફ્રિકા માટે 124 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 9,282 રન બનાવ્યા છે. આ દરમિયાન અમલાએ 28 સદી અને 41 અડધી સદી ફટકારી હતી. તે પોતાના દેશ માટે ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન છે. તેણે ટેસ્ટમાં 311 રનની અણનમ ઇનિંગ રમી હતી.
અમલાએ ટેસ્ટ સિવાય વનડેમાં દક્ષિણ આફ્રિકા માટે 181 મેચ રમી છે. આ દરમિયાન તેણે 8,113 રન બનાવ્યા છે. તેણે વનડેમાં 27 સદી અને 39 અડધી સદી ફટકારી છે. અમલાએ 44 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં દક્ષિણ આફ્રિકાનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે. આ દરમિયાન તેણે 1277 રન બનાવ્યા છે.
અમલાનો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ છે. તેણે 265 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 57 સદી અને 93 અડધી સદીની મદદથી 19,521 રન બનાવ્યા છે.
IND vs NZ: 3 વર્ષ બાદ પ્રથમ વખત ટીમ ઈન્ડિયાએ વન ડેમાં ન્યુઝીલેન્ડને આપી હાર, આ ખેલાડી રહ્યા જીતના હીરો
IND vs NZ: હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બુધવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની શ્રેણીની પ્રથમ વનડે રમાઈ હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 349 રન બનાવ્યા હતા. ઓપનર શુબમન ગિલે 208 રનની ઈનિંગ રમી હતી. તેણે 149 બોલની ઈનિંગમાં 19 ચોગ્ગા અને 9 છગ્ગા માર્યા હતા.
ગિલ સિવાય અન્ય બેટ્સમેનો નિષ્ફળ
ગિલ સિવાય ભારતના અન્ય બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. કોઈ બેટ્સમેને 35 રનને પાર થઈ શક્યું નહોતું. રોહિત શર્માં 38 બોલમાં 34 રન, વિરાટ કોહલી 10 બોલમાં 8 રન, ઈશાન કિશન 14 બોલમાં 5 રન અને સૂર્યકુમાર યાદવ 26 બોલમાં 31 રન, હાર્દિક પંડ્યા 38 બોલમાં 28 રન બનાવી આઉટ થયા હતા. ન્યુઝીલેન્ડ તરફથી શિપ્લેએ 74 રનમાં 2, ડેરિલ મિચેલે 30 રનમાં 2, લોકી ફર્ગ્યુસને 77 રનમાં 1, ટિકનરે 69 રનમાં 1 અને સેન્ટરને 56 રનમાં 1 વિકેટ લીધી હતી.