શોધખોળ કરો

IPL 2022 : ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, સ્ટેડીયમમ પ્રેક્ષકોને બેસવાની મળી મંજુરી, આ તારીખથી ટીમો શરૂ કરશે પ્રેક્ટીસ

IPL 2022 ની આગામી મેચો માટે જે દર્શકોને રસીના બંને ડોઝ આપવામાં આવ્યાં છે તેમને સ્ટેડિયમમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ તેમની સંખ્યા મર્યાદિત રહેશે.

મહારાષ્ટ્ર સરકારે બુધવારે મુંબઈ અને પૂણેમાં 26 માર્ચથી શરૂ થનારી આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) મેચો માટે કોરોના વિરોધી રસીના બંને ડોઝ લીધેલા દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી, પરંતુ તેમની સંખ્યા સ્ટેડિયમની ક્ષમતાના 25 ટકા રહેશે.

રાજ્ય સરકારે સાંજે જાહેર કરેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, કોવિડ-19ના કેસોમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને, દર્શકોની સંખ્યા 25 ટકા સુધી મર્યાદિત કરી દેવામાં આવી છે અને જે જે દર્શકોને રસીના બંને ડોઝ આપવામાં આવ્યાં છે તેમને જ સ્ટેડિયમમાં પ્રવેશવા માટે મંજૂરી આપવામાં આવશે.

મહારાષ્ટ્ર સરકારે IPLના આગ્રહ  પર ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) અને મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) સાથેની બેઠક બાદ બુધવારે આ નિર્ણય લીધો હતો. આ વખતે IPLમાં 10 ટીમો ભાગ લેશે.

રાજ્ય સરકારના પ્રધાનો આદિત્ય ઠાકરે અને એકનાથ શિંદે સાથે MCAના પ્રમુખ વિજય પાટીલ અને સર્વોચ્ચ પરિષદના સભ્યો અજિંક્ય રાયક અને અભય હડપ, ખજાનચી જગદીશ આચરેકર બેઠકમાં હાજર હતા. મીટિંગ પછી, આદિત્ય ઠાકરેએ શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં કહ્યું, "મંત્રી  એકનાથ શિંદેજી અને મેં IPLનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા માટે મુંબઈ, થાણે અને નવી મુંબઈની મહાનગરપાલિકાઓ અને IPL, BCCI સાથે પોલીસ અધિકારીઓ સાથે સંયુક્ત બેઠક કરી હતી."

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્રએ પણ કહ્યું કે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન ટૂંક સમયમાં પુણેમાં આવી જ બેઠક યોજશે. તેમણે કહ્યું, “મહારાષ્ટ્રમાં યોજાઈ રહેલી IPL એ સુનિશ્ચિત કરે છે કે મેચો વિદેશમાં નહીં યોજાય. અર્થતંત્રની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર અને દેશ માટે આ એક મોટું પ્રોત્સાહન છે, જે ક્રિકેટ પ્રેમીઓનું મનોબળ અને જુસ્સો વધારશે."

અગાઉ જાણવા મળ્યું હતું કે IPLની તમામ ટીમો 14 કે 15 માર્ચથી પ્રેક્ટિસ શરૂ કરશે, જેના માટે અહીં પાંચ પ્રેક્ટિસ સાઇટની ઓળખ કરવામાં આવી છે.ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)ની તમામ ટીમો 14 કે 15 માર્ચથી પ્રેક્ટિસ શરૂ કરશે, જેના માટે પાંચ પ્રેક્ટિસ સાઇટની ઓળખ કરવામાં આવી છે. IPL 2022 26 માર્ચથી શરૂ થશે અને તે જાણવા મળ્યું છે કે મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ના બાંદ્રા કુર્લા કેમ્પસ, થાણેનું MCA સ્ટેડિયમ, ડૉ. ડીવાય પાટીલ યુનિવર્સિટી ગ્રાઉન્ડ, ક્રિકેટ ક્લબ ઑફ ઈન્ડિયાનું મેદાન અને રિલાયન્સ કોર્પોરેટ પાર્ક મેદાનના નામ છે. 

ટોપ સ્ટોરી

સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
Test Cricket: ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ટોપ-10 બોલર્સ, લીસ્ટમાં બે ભારતીય દિગ્ગજ પણ સામેલ
Test Cricket: ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ટોપ-10 બોલર્સ, લીસ્ટમાં બે ભારતીય દિગ્ગજ પણ સામેલ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર

વિડિઓઝ

Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન
Gujarat Rain Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
Post Office માં 5 વર્ષની FD પર કેટલું મળી રહ્યું છે વ્યાજ? જાણો કેટલા રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ
Post Office માં 5 વર્ષની FD પર કેટલું મળી રહ્યું છે વ્યાજ? જાણો કેટલા રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ
Embed widget