શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
શ્રીલંકાનો ક્રિકેટર હોટલના રૂમમાં ટીમની અધિકારી યુવતી સાથે માણી રહ્યો હતો શરીર સુખ ને............... કોણ છે આ યુવતી ?
યુવતી સાથે સેક્સ માણતાં ઝડપાયેલો ક્રિકેટર પચ્ચીસ વર્ષની આસપાસ વયનો છે અને લંકાની ટીમમાં સ્થાન જમાવવા સંઘર્ષ કરી રહ્યો છે.
લંડનઃ હાલમાં ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ શ્રીલંકાના પ્રવાસે છે ત્યારે શ્રીલંકાની ક્રિકેટ ટીમ સેક્સ સ્કેન્ડલમાં ફસાઈ છે. શ્રીલંકા અને ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ રમાઈ રહી હતી ત્યારે શ્રીલંકાની ટીમનો એક યુવા ખેલાડી હોટલના રૂમમાં એક યુવતી સાથે સેક્સ માણતાં ઝડપાઈ ગયો હતો. આ યુવતી શ્રીલંકાની ટીમની એક અધિકારી છે. બંને શરીર સુખ માણવામાં વ્યસ્ત હતાં ત્યારે જ ટીમના અધિકારીઓને હોટલના સ્ટાફે જાણ કરી હતી. મેનેજર રૂમમાં પહોંચ્યા ત્યારે બંને રંગે હાથ ઝડપાઈ ગયાં હતાં.
યુવતી સાથે સેક્સ માણતાં ઝડપાયેલો ક્રિકેટર પચ્ચીસ વર્ષની આસપાસ વયનો છે અને લંકાની ટીમમાં સ્થાન જમાવવા સંઘર્ષ કરી રહ્યો છે. ઈંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટમાં શ્રીલંકાનો 7 વિકેટે કારમો પરાજય થયો હતો. લંકાની ટીમ ઘરઆંગણે હારી જતાં આ વિવાદ મોટો થઈ ગયો છે.
ઈંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટમાં શ્રીલંકાની ટીમ માત્ર 135 રનમાં ઓલઆઉટ થઈ હતી. લંકાના ચાર ક્રિકેટરો કંઈ ના બન્યું હોય એમ પત્તાં રમતા હોય એવો વીડિયો વાયરલ થતાં લોકોમાં આક્રોશ છે જ ત્યારે આ સેક્સ સ્કેન્ડલ બહાર આવતાં ક્રિકેટ ચાહકોમાં ભારે આક્રોશ છે.
આ યુવતી પહેલાં પણ ઘણી વાર શ્રીલંકાના ક્રિકેટરો સાથે સેક્સ માણતાં ઝડપાઈ હતી. એ વખતે લંકાના ક્રિકેટ બોર્ડના અધિકારીઓએ આંખ આડાન કાન કર્યા હતા અને આ યુવતીને ટીમમાં ચાલુ રખી હતી. હવે ફરી આ વિવાદ ચગ્યો છે ત્યારે યુવતીને કાઢી મૂકવાની માગ ઉઠી છે પણ બોર્ડ કોઈ પગલાં લે તેવી શક્યતા નથી.
કોરોનાવાયરસના કેરના કારણે ઈંગ્લેન્ડ અને શ્રીલંકાની ટીમોને હોટલના રૂમમાં પૂરાઈ રહેવાનો આદેશ છે. બંને ટીમો બાયો-સીક્યોર બબલ નિયમનું પાલન કરીને ટેસ્ટ શ્રેણી રમી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
મહિલા
દેશ
સુરત
Advertisement
gujarati.abplive.com
Opinion