શોધખોળ કરો
Advertisement
શ્રીલંકાના આ વિસ્ફોટક ઓપનરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સન્યાસ, ભારત સામે ફટકાર્યા હતા અણનમ 174 રન, જાણો વિગતે
પોતાના સન્યાસની જાહેરાત ઉપુલ થારંગાએ ટ્વીટર પર એક નિવેદન આપીને કરી છે. તેને કહ્યું- તમામ સારી વસ્તુઓનો એક દિવસે અંત હોય છે, મારુ માનવુ છે કે 15 વર્ષ બાદ આ યોગ્ય સમય છે જ્યારે હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દઉં
નવી દિલ્હીઃ શ્રીલંકાના ઘાતક બેટ્સમેન ગણાતા ઉપુલ થારંગાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. ઉપુલ થારંગા છેલ્લીવાર વર્ષ 2019માં દક્ષિણ આફ્રિકા સામે કેપટાઉનમાં વનડે મેચ રમ્યો હતો. પોતાના સન્યાસની જાહેરાત ઉપુલ થારંગાએ ટ્વીટર પર એક નિવેદન આપીને કરી છે. તેને કહ્યું- તમામ સારી વસ્તુઓનો એક દિવસે અંત હોય છે, મારુ માનવુ છે કે 15 વર્ષ બાદ આ યોગ્ય સમય છે જ્યારે હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દઉં.
ઉપુલ થારંગાએ ડિસેમ્બર 2005માં અમદાવાદમાં ભારત વિરુદ્ધ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યુ હતુ, તેને પોતાની છેલ્લી ટેસ્ટ મેચ ભારત સામે 2017માં પલ્લેકેલેમાં રમી હતી. થારંગાએ શ્રીલંકા તરફથી 31 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 21.89 ની એવરેજથી 1754 રન બનાવ્યા છે. ઉપુલ થારંગાના નામે ત્રણ સદી અને આઠ અડધી સદી છે.
ડાબોડી ઘાડક બેટ્સમેન ઉપુલ થારંગા પોતાના દેશ માટે વનડેમાં સૌથી સક્સેસ બેટ્સમેનોમાનો એક છે. તેને વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ઓગસ્ટ 2005માં ડેબ્યૂ કર્યુ હતુ. થારંગાએ 235 વનડે મેચોમાં 33.74 ની એવરેજથી 6951 રન બનાવ્યા છે. તેને વનડેમાં 15 સદી અને 37 અડધીસદી ફટકારી છે.
ઉપુલ થારંગાનો વનડેમાં સર્વાધિક વ્યક્તિગત સ્કૉર અણનમ 174 રનનો છે, જે કોઇપણ શ્રીલંકન ખેલાડીના બીજો સર્વશ્રેષ્ઠ સ્કૉર છે. ખાસ વાત છે કે આ 174 રનનો અણનમ સ્કૉર ભારત સામે કર્યો હતો, આ ઇનિંગ વર્ષ 2013માં જમૈકાના સબિના પાર્ક મેદાનમાં રમી હતી.
ઉપુલ થારંગાને શ્રીલંકન ટીમ માટે સીમિત ઓવરોનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. તેની કેપ્ટનશીપમાં ટીમને 0-5ની ત્રણ ક્લિન સ્વિપથી હારનો સામનો કરવો પડ્યો, અને ઓવર રેટને લઇને કેટલીયવાર સસ્પેન્ડ થવુ પડ્યુ હતુ. તેને નવેમ્બર 2017માં ભારત વિરુદ્ધ સીરીઝને ધ્યાનમાં રાખીને કેપ્ટનશીપમાંથી હટાવવામા આવ્યો હતો.
ટેસ્ટ અને વનડે ઉપરાંત ઉપુલ થારંગાએ શ્રીલંકા માટે 26 ટી20 મેચો પણ રમી છે, જેમાં તેને 407 રન બનાવ્યા. ટી20માં ઉપુલ થારંગાનો સ્કૉર 47 રનનો છે.
(પ્રતિકાત્મક તસવીર)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion