શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજસ્થાન રોયલ્સને લાગ્યો મોટો ઝાટકો, આ સ્ટાર ખેલાડી IPLમાં ન જોડાય તેવી શક્યતા
સમગ્ર સ્થિતિ સ્પષ્ટ થયા બાદ રાજસ્થાન રોયલ્સ સ્ટોક્સના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી શકે છે.
નવી દિલ્હીઃ આઈપીએલની પ્રથમ સીઝનના વિજેતા રાજસ્તાન રોયલ્સને લાગી શકે છે મોટો ઝાટકો. દુબઈમાં 19 સપ્ટેમ્બરથી રમાવા જઈ રહેલ આઈપીએલ 13માં વિશ્વના નંબર વન ઓલરાઉન્ડર બેન સ્ટોક્સનું રમવાનું નક્કી નથી. સ્ટોક્સના પિતા બ્રેઈન કેન્સરનો સામનો કરી રહ્યા છે અને સ્ટાર ઓલરાઉન્ડર હાલમાં પિતાની સાથે ન્યૂઝીલેન્ડમાં છે.
સ્ટોક્સ પાકિસ્તાન વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝ અધવચ્ચે જ છોડીને ન્યૂઝીલેન્ડ પહોંચી ગયો હતો. વિતેલા સપ્તાહે સ્ટોક્સે જણાવ્યું હતું કે, તેના પિતા બ્રેઈન કેન્સરની લડાઈ લડી રહ્યા છે. સ્ટોક્સે એ પણ જણાવ્યું હતું કે, પિતાને કેન્સર હોવાની જાણ થયા બાદ એક સપ્તાહ સુધી તેને ઉંઘ આવી ન હતી.
સ્ટોક્સે કહ્યું કે, ‘જે સમયે મને જાણવા મળ્યું કે, મારા પિતાને બ્રેઇન કેન્સર છે. હું ડિસ્ટર્બ થઈ ગયો. હું એક સપ્તાહ સુધી ઉંઘી ન શક્યો. મારી માનસિક સ્થિતિ જે રીતે બની ગઈ હતી તેને જોતા મને ટીમનો સાથ છોડવાનું જ યોગ્ય લાગ્યું. ”
શરૂઆતના મેચ મિસ થવાનું નક્કી
બેન સ્ટોક્સ આ કારણે પાકિસ્તાન વિરૂદ્ધ 20-20 સીરીઝમાં ભાગ લીધો ન હતો. એટલું જ નહીં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની વચ્ચે શુક્રવારથી ત્રણ મેચની 20-20 સીરીઝમાં પણ નહીં રમે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની વચ્ચે રમાવા જઈ રહેલ વનડે સીરીઝમાં પણ સ્ટોક્સ નહીં રમે.
હાલની સ્થિતિને જોતા સ્ટોક્સનું યૂએઈમાં ટીમ સાથે જોડાવવું મુશ્કેલ લાગી રહ્યું છે. જો સ્ટોક્સ યૂએઈ આવી પણ જાય તો તેને કોવિડ 19 પ્રોટોકોલ અંતર્ગત એક સપ્તાર સુઙી કોરેન્ટાઈન રહેવું પડશે. આવી સ્થિતિમાં સ્ટોક્સ આઈપીએલની શરૂઆતની મેચમાં નહીં રમી શકે.
જોકે રાજસ્થાન રોયલ્સે હજુ સુધી સ્ટોક્સને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. સમગ્ર સ્થિતિ સ્પષ્ટ થયા બાદ રાજસ્થાન રોયલ્સ સ્ટોક્સના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion