શોધખોળ કરો

Sunil Gavaskar: 'ભારતીય ક્રિકેટના કારણે તમને પગાર મળે છે...', ગાવસ્કરે પાકિસ્તાન સહિત આ અંગ્રેજ ખેલાડીઓની કરી દીધી બોલતી બંધ

Champions Trophy 2025: ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન નાસીર હુસૈન અને માઈકલ આથર્ટન માને છે કે ભારતીય ટીમ તેની બધી મેચ દુબઈમાં રમી રહી છે. તેથી, ટીમ ઈન્ડિયાને આનો ફાયદો મળી રહ્યો છે.

Sunil Gavaskar Reply To Nasser Hussain:  ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની સફર સમાપ્ત થઈ ગઈ છે. પાકિસ્તાનને ન્યુઝીલેન્ડ અને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે પાકિસ્તાન-બાંગ્લાદેશ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. ભારત સામેની હાર બાદ પાકિસ્તાનના કોચ આકિબ જાવેદે એક વિચિત્ર નિવેદન આપ્યું હતું. આકિબ જાવેદે કહ્યું હતું કે ભારતીય ટીમ તેની બધી મેચ દુબઈમાં રમી રહી છે. તેથી, રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાને તે જ મેદાન પર રમવાનો ફાયદો મળી રહ્યો છે. હવે, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન નાસીર હુસૈન અને માઈકલ આથર્ટન આકિબ જાવેદના સૂરમાં સૂર મેળવ્યો છે.

'તમને ભારતીય ક્રિકેટના કારણે પગાર મળી રહ્યો છે...',

હવે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે  આકિબ જાવેદ અને નાસીર હુસૈન અને માઈકલ આથર્ટનને જડબાતોડ જવાબ આપ્યો છે. સુનીલ ગાવસ્કરે કહ્યું કે આ લોકોએ રડવાને બદલે પોતાની ટીમના પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ લોકો બુદ્ધિશાળી અને અનુભવી લોકો છે. તમે તમારી ટીમના પ્રદર્શન પર કેમ ધ્યાન કેન્દ્રિત કેમ નથી કરતા? તમારે તપાસ કરવી જોઈએ કે તમારી ટીમ શા માટે ક્વોલિફાય થઈ શકી નહીં. તેમણે કહ્યું કે વિશ્વ ક્રિકેટમાં ભારતનું મોટું યોગદાન છે. તમારો પગાર ભારતના રેવન્યૂ પર આધાર રાખે છે. ભારત વિશ્વ ક્રિકેટ માટે મોટી માત્રામાં રેવન્યૂ ઉત્પન્ન કરે છે.

ભારત પોતાની છેલ્લી લીગ સ્ટેજ મેચ ન્યુઝીલેન્ડ સામે રમશે

તમને જણાવી દઈએ કે પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરી રહ્યું છે. લગભગ 29 વર્ષ પછી, પાકિસ્તાનને કોઈપણ ICC ટુર્નામેન્ટના યજમાન અધિકારો મળ્યા, પરંતુ ભારતીય ટીમે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નહીં. જે બાદ ભારતીય ટીમ હાઇબ્રિડ મોડેલ હેઠળ દુબઈમાં તેની મેચ રમી રહી છે. અત્યાર સુધી રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે બાંગ્લાદેશ અને પાકિસ્તાનને હરાવ્યા છે. ભારત પોતાની છેલ્લી લીગ સ્ટેજ મેચ ન્યુઝીલેન્ડ સામે રમશે. ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો 2 માર્ચે એકબીજા સામે ટકરાશે. નોંધનિય છે કે, ભારત અને ન્યૂઝીલેન્ડ પહેલાથી જ સેમી ફાઈનલમાં પહોંચી ગયા છે.

આ પણ વાંચો...

IND vs NZ મેચમાં કોહલી બનાવી શકે છે આ મોટો રેકોર્ડ, સચિન સહિત 3 દિગ્ગજોને છોડી દેશે પાછળ  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget