શોધખોળ કરો

સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ અને ટીમમાંથી પણ આઉટ, જાણો અગરકરે શું કહ્યું?

Suryakumar Yadav dropped: BCCIએ આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની સિરીઝ માટે ટીમ જાહેર કરી. વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન સૂર્યકુમાર યાદવની બાદબાકી અંગે ચીફ સિલેક્ટર અજિત અગરકરે મોટું નિવેદન આપ્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સૂર્યકુમાર યાદવને ટી20 ટીમમાંથી પડતો મુકાયો છે.
  • શ્રેયસ ઐયર નવા કેપ્ટન, તિલક વર્મા વાઇસ-કેપ્ટન બન્યા.
  • ચીફ સિલેક્ટર અજીત અગરકરે ખરાબ ફોર્મ જવાબદાર ગણાવ્યું.
  • સૂર્યા સૌથી સફળ કેપ્ટન, પણ બેટિંગ ફોર્મ નબળું.

Suryakumar Yadav dropped: ટીમ ઈન્ડિયાને 2026 નો T20 વર્લ્ડ કપ જીતાડનાર સૂર્યકુમાર યાદવ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. BCCI દ્વારા આયર્લેન્ડ, ઈંગ્લેન્ડ અને એશિયન ગેમ્સ માટે જાહેર કરાયેલી નવી T20 ટીમમાંથી સૂર્યાને માત્ર કેપ્ટન તરીકે જ નહીં, પરંતુ ખેલાડી તરીકે પણ બહાર કરી દેવામાં આવ્યો છે. તેની જગ્યાએ હવે શ્રેયસ ઐયરને ટીમની નવી કમાન સોંપાઈ છે. આટલા મોટા નિર્ણય પાછળનું કારણ જણાવતા ચીફ સિલેક્ટર અજિત અગરકરે સૂર્યાના ખરાબ ફોર્મ અને ભવિષ્યની રણનીતિનો હવાલો આપ્યો છે.

શનિવારે BCCI એ આગામી સિરીઝ અને એશિયન ગેમ્સ માટે ટીમોની જાહેરાત કરી, જેમાં સૂર્યકુમાર યાદવનું નામ ત્રણેયમાંથી કોઈ પણ ટીમમાં જોવા મળ્યું નહીં. સૂર્યા પાસેથી કેપ્ટનશીપ તો લઈ જ લેવાઈ છે, પણ સાથે જ તેને ટીમમાંથી પણ પડતો મુકવામાં આવ્યો છે. હવે શ્રેયસ ઐયર T20 ટીમનો નવો કેપ્ટન બન્યો છે, જ્યારે તિલક વર્માને વાઇસ-કેપ્ટન બનાવાયો છે. આ ઉપરાંત 15 વર્ષના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને પણ પહેલીવાર ટીમ ઈન્ડિયામાં તક મળી છે.

નિર્ણય લેવો જરાય સહેલો નહોતો: અગરકર

આ મોટા ફેરફાર પર ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર અજિત અગરકરે ખુલીને વાત કરી છે. તેમણે કહ્યું કે, "આ નિર્ણય લેવો જરાય સહેલો નહોતો, ખાસ કરીને ત્યારે જ્યારે અમે હમણાં જ વર્લ્ડ કપ જીત્યા છીએ. પરંતુ કોઈપણ વર્લ્ડ કપ પૂરો થાય એટલે તમારે ભવિષ્યની રણનીતિ અને આગળના વર્લ્ડ કપ માટે બેસ્ટ ટીમ વિશે વિચારવું પડે છે. આગામી વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને અમને લાગ્યું કે અત્યારે આ જ સૌથી યોગ્ય નિર્ણય છે."

આ પણ વાંચોઃ વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?

ખરાબ ફોર્મ બન્યું મોટું કારણ

ભલે સૂર્યાની કેપ્ટનશિપમાં ટીમ વર્લ્ડ કપ જીતી હોય, પણ તેનું પોતાનું વ્યક્તિગત ફોર્મ છેલ્લા બે વર્ષથી કંઈ ખાસ રહ્યું નથી. 2026 ના T20 વર્લ્ડ કપના આંકડા જ જોઈ લો, તો તેણે 9 મેચમાં માત્ર 242 રન બનાવ્યા હતા અને આખી ટૂર્નામેન્ટમાં તેના બેટમાંથી માત્ર 1 જ ફિફ્ટી નીકળી હતી. આ પહેલા ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ તેના માટે સારી રહી હતી, પણ ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં તે સાવ ફ્લોપ રહ્યો હતો.

સૌથી સફળ કેપ્ટન રહ્યો છે સૂર્યા

જો કેપ્ટન તરીકેના આંકડા જોઈએ તો સૂર્યકુમાર યાદવ જીતની ટકાવારીની દ્રષ્ટિએ ભારતનો સૌથી સફળ T20 કેપ્ટન છે. તેણે 52 મેચમાં ટીમ ઈન્ડિયાની કપ્તાની કરી છે, જેમાંથી ભારતે 40 મેચમાં શાનદાર જીત મેળવી છે. કેપ્ટન તરીકે સૂર્યાની જીતની ટકાવારી 82% રહી છે, જે ખરેખર ઉત્તમ છે. આમ છતાં, બેટિંગમાં ખરાબ ફોર્મના કારણે તેને ટીમમાંથી બહાર થવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચોઃ વર્લ્ડ કપ જીતાડનાર સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ જશે! આ 3 ખેલાડીઓ છે પ્રબળ દાવેદાર

Frequently Asked Questions

સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયામાંથી શા માટે બહાર કરવામાં આવ્યા?

ચીફ સિલેક્ટર અજિત અગરકરે સૂર્યકુમારના ખરાબ ફોર્મ અને ભવિષ્યની રણનીતિને આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ જણાવ્યું છે. આગામી વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરાયો છે.

ટીમ ઈન્ડિયાના નવા T20 કેપ્ટન કોણ છે?

સૂર્યકુમાર યાદવની જગ્યાએ હવે શ્રેયસ ઐયરને T20 ટીમની નવી કમાન સોંપાઈ છે. તિલક વર્માને વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યા છે.

સૂર્યકુમાર યાદવનું તાજેતરનું ફોર્મ કેવું રહ્યું હતું?

2026ના T20 વર્લ્ડ કપમાં તેણે 9 મેચમાં માત્ર 242 રન બનાવ્યા હતા અને માત્ર 1 ફિફ્ટી ફટકારી હતી. ન્યુઝીલેન્ડ સિવાયની અન્ય મોટી સિરીઝમાં તે ફ્લોપ રહ્યો હતો.

કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ કેવો છે?

જીતની ટકાવારીની દ્રષ્ટિએ સૂર્યકુમાર ભારતનો સૌથી સફળ T20 કેપ્ટન રહ્યો છે. તેણે 52 મેચમાંથી 40 જીતીને 82% જીતની ટકાવારી નોંધાવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
Advertisement

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: આજથી અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં મૂશળધાર વરસાદનું રેડ એલર્ટ, શાળામાં રજા જાહેર
Rain Forecast: આજથી અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં મૂશળધાર વરસાદનું રેડ એલર્ટ, શાળામાં રજા જાહેર
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Embed widget