Suryakumar Yadav T20 Record: સૂર્યકુમાર યાદવે રોહિત શર્માના આ મોટા રેકોર્ડની કરી બરાબરી, જાણો વિગત
IND vs NZ :સૂર્યકુમાર યાદવે ટી20 વર્લ્ડકપનું ફોર્મ જાળવી રાખતાં 51 બોલમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી અણનમ 111 રન બનાવ્યા હતા.
Suryakumar Yadav: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટી-20માં ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 191 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે ટી20 વર્લ્ડકપનું ફોર્મ જાળવી રાખતાં 51 બોલમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી અણનમ 111 રન બનાવ્યા હતા. ઈશાન કિશને 31 બોલમાં 36 રન બનાવ્યા હતા. ટીમ સાઉથીએ હેટ્રિક લીધી હતી.
સૂર્યકુમારે રાહિતના રેકોર્ડની કરી બરાબરી
સૂર્યકુમાર યાદવે સદી ફટકારતાં જ રોહિત શર્માના રેકોર્ડની બરાબરી કરી હતી. સૂર્યકુમાર યાદવ ટી20 ઈન્ટરનેશનલ કેલેન્ડરમાં બે સદી ફટકારનારો બીજો બેટ્સમેન બન્યો હતો. આ પહેલા 2018માં રોહિત શર્માએ આ પરાક્રમ કર્યુ હતું.
Sky century and Ravi Shastri s commentry is an icing on a cake.#suryakumar #INDvsNZ pic.twitter.com/Rdhx0o8sb4
— Manish yadav😎 (@ManishY30445390) November 20, 2022
સાઉથીની હેટ્રિક
ટીમ સાઉથીએ 20મી ઓવરના ત્રીજા, ચોથા અને પાંચમાં બોલ પર અનુક્રમે હાર્દિક પંડ્યા 13 રન, દીપક હુડ્ડા 0 રન અને વોશિંગ્ટન સુંદર 0 રને આઉટ કરીને હેટ્રિક લીધી હતી.
ન્યૂઝીલેન્ડે ટૉસ જીતી ભારતને આપી બેટિંગ
બે ઓવલમાં બીજી ટી20માં કીવી ટીમના કેપ્ટન કેન વિલિમસને ટૉસ જીત્યો હતો અને ભારતીય ટીમને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતું. યજમાન ટીમે પહેલા બૉલિંગ કરવાનો ફેંસલો કર્યો હો. મેદાન પર ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યા અને કીવી કેપ્ટન કેન વિલિયમસન એકબીજાને હાથ મીલાવ્યા હતા.
ભારતીય ટીમઃ ઈશાન કિશન, રિષભ પંત, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, દિપક હુડ્, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ
જાણો બન્ને ટીમોમાંથી ટી20માં કોનુ પલડુ રહ્યું છે ભારે.......
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી અત્યાર સુધીની ટી20 મેચોની વાત કરીએ તો ખબર પડશે કે ભારતીય ટીમ કીવી ટીમ પર થોડી હાવી રહી છે. બન્ને વચ્ચે અત્યાર સુધી કુલ 20 આંતરરાષ્ટ્રીય ટી20 મેચો રમાઇ છે, જેમાં ભારતીય ટીમને 11 મેચોમાં જીત હાંસલ થઇ છે, તો ન્યૂઝીલેન્ડની ટીમે 9 મેચોમાં જીત મેળવી છે. વળી, આંકડાઓમાં જોઇએ તો ભારતીય ટીમનુ દેશની બહાર પણ સારુ પ્રદર્શન દેખાઇ રહ્યું છે. ટીમ ઇન્ડિયા દેશની બહાર 6 મેચોમાં જીતી છે, જે બતાવે છે કેક ન્યૂઝીલેન્ડને તેની જ ધરતી પર પણ હરાવવાની તાકાત ભારતીય ટીમ રાખે છે.
Incase you missed it here it is 💯👑#NZvIND #suryakumarpic.twitter.com/TRgrk0YhhG
— Karthi Dhoni (@KarthiMsdian) November 20, 2022