Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ
રાજકોટમાં આજીડેમ પોલીસે ગાંજાના વાવેતરનો કર્યો પર્દાફાશ. અણીયારા ગામની સીમમાં ઢાંઢણી ગામ તરફ જવા કાચા રસ્તા પર નાથાભાઈ સિંઘવના ખેતરમાંથી પોલીસે ઝડપી પાડ્યું ગાંજાનું વાવેતર. હનાભાઈ ગાબુ નામના ભાગીયાએ ઘઉં અને તુવેરદાળના વાવેતર વચ્ચે જ ગાંજાનું વાવેતર કર્યુ હતુ. ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડા પાડીને ભીનો અને સુક્કો ગાંજાનો જથ્થો મળી કૂલ 64 જેટલા ગાંજાના છોડ જપ્ત કર્યા.. પોલીસે સ્થળ પરથી એક કરોડ 11 લાખ 70 હજારથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો.. પ્રાથમિક પુછપરછમાં આરોપી હનાભાઈ ગાબુએ કબુલાત આપી તે દેવુ વધી જતા તેણે પોતાના કાકા પાસેથી બીજ લઈને ગાંજાનું વાવેતર કર્યુ હતુ.. એટલુ જ નહીં.. ગાંજાનો જથ્થો પણ તે ચોટીલા વિસ્તારમાં રહેતા પોતાના કાકાને આપતો હતો.. એટલુ જ નહીં.. છેલ્લા દોઢ વર્ષથી તે 14 વિઘા જમીન પર ગાંજાના ખેતી કરતો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત આપી છે.. જો કે ખેતર માલિકની કોઈ ભૂમિકા છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.. મહેસાણા જિલ્લાના તરેટી ગામ નજીકથી ઝડપાયો એમડી ડ્રગ્સનો જથ્થો.. 318 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રામદેવપીર મંદિર પાસેથી એક આરોપીને ઝડપી પાડ્યો.. આરોપી પાસેથી ઝડપાયેલ એમડી ડ્રગ્સની કિંમત 9.55 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે.. તો રીંકેશ પાટીદાર નામના મધ્યપ્રદેશના આરોપીને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વોન્ટેડ જાહેર કર્યો છે..





















