Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
અત્યારસુધી ગુજરાત જાણીતું હતું એશિયાઈ સિંહના વસવાટ માટે....અવાર નવાર ગજંગલ વિસ્તારોમાં સિંહના ધામા અને દીપડાના વિડીયો તમારા સુધી પહોંચ્યા હશે....પણ હવે એ સાથે બિલાડી પ્રજાતિના ત્રણ સૌથી મોટા અને સૌથી પ્રતિભાશાળી જાનવરો જોવા મળી રહ્યા છે ગુજરાતમાં. ગુજરાત જ્યાં એશિયાઈ સિંહ,દીપડા અને રોયલ બંગાળ વાઘ-ત્રણેયનો વસવાટ થયો છે કાયમ..એ સાથે જ સિંહ,વાઘ અને દિપડો ત્રણેયનો વસવાટ હોય એવું વિશ્વનું એકમાત્ર રાજ્ય બન્યું છે ગુજરાત......ઘણા લાંબા સમય બાદ વાઘ ગુજરાતમાં થયો છે સ્થાયી....ગુજરાતમાં દાહોદ-છોટાઉદેપુરના જંગલોમાં એક વાઘ થયો છે સ્થાયી જેના પર રાજ્ય વન વિભાગ રાખી રહ્યું છે નજર....એવામાં રાજ્યમાં વધુ એક વાઘની થઈ છે એન્ટ્રી.....જેને જોતા રતનમહાલનું જંગલ બની શકે છે વાઘનું હોમલેન્ડ.....મધયપ્રદેશમાંથી વધુ એર વાઘ ગુજરાતમાં પ્રવેશ્યો છે તે વાતની રાજ્ય વન વિભાગે કરી છે પુષ્ટી...વાઘના પંજાના નિશાન મળતા પુરાવા મેળવવા માટે વન વિભાગે જંગલ વિસ્તારમાં શરૂ કર્યું સઘન પેટ્રોલિંગ....સૌપ્રથમ વાર ફેબ્રુઆરી 2025માં વાઘ જંગલમાં દેખાયો હતો ત્યારબાદ નવેમ્બર 2025થી વાઘ ગુજરાતમાં સ્થાયી થયો હોવાની થઈ પુષ્ટી....હવે વાઘને ટાઈગર હેબિટેટમાં વિકસાવવા રાજ્ય સરકારે શરૂ કરી તૈયારીઓ....25 વર્ષથી લુપ્ત થયેલા વાઘને ફરીથી ગુજરાતમાં વસાવવા માટે વન વિભાગે કેન્દ્ર સરકાર સમક્ષ વાઘણ માટે પણ કરી છે માગ...હાલ વાઘની તમામ હિલચાલ પર વન વિભાગની છે નજર...છોટા ઉદેપુર વનવિભાગ મુજબ રતનમહાલ વન્યજીવ અભ્યારણ્યમાં હોઈ શકે છે વાઘ....જે છેલ્લા કેટલાક મહિનાઓથી અહીં સ્થાયી થયો છે...જેથી સ્થાનિકોને જંગલ વિસ્તારમાં એકલા જવાનું ટાળવા અપાઈ છે સૂચના.... ખુદ વન મંત્રી પ્રવીણ માળી રતનમહાલ જઈને વાઘના હોવાની કરી છે પુષ્ટી....ભારતમાં દર ચાર વર્ષે થાય છે વાઘની વસતી ગણતરી...જે મુજબ ડિસેમ્બ 2025થી એપ્રિલ 2026 સુધી ત્રણ તબક્કામાં રાષ્ટ્રીય કક્ષાએ થશે વાઘની ગણતરી.. જો કે તેમાં ગુજરાતનો સમાવેશ નથી થયો....જો ગુજરાતનો પણ વાઘ ગણતરીમાં સમાવેશ થાય તો રાજ્યમાં બીજા વાઘ પણ છે કે નહીં,તે ચોક્કસ જાણકારી મળી રહે....





















