Tabraiz Shamsi: સૂર્ય કુમારના ટી20 વિશ્વ કપના કેચ પર ફરી શરુ થયો વિવાદ, આ આફ્રિકી બોલરે વીડિયો શેર કરી ઉઠાવ્યો સવાલ
Suryakumar Yadav T20 World Cup 2024 Catch: ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં લેવાયેલો સૂર્યકુમાર યાદવનો કેચ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. આ વખતે આફ્રિકન સ્ટારે પોતાનો અવાજ ઉઠાવ્યો છે.
Tabraiz Shamsi On Suryakumar Yadav T20 World Cup 2024 Catch: ભારતે T20 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ જીત્યું હતું. દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ટૂર્નામેન્ટની ફાઇનલમાં સૂર્યકુમાર યાદવે શાનદાર કેચ લઈને આખી ગેમ બદલી નાખી હતી. સુર્યાએ મેચની છેલ્લી ઓવરમાં આફ્રિકાના સ્ટાર બેટ્સમેન ડેવિડ મિલરને લોંગ ઓફ પર કેચ પકડ્યો, જ્યારે આફ્રિકાને જીતવા માટે એક ઓવરમાં માત્ર 16 રનની જરૂર હતી. બાદમાં આ કેચ પર ઘણો વિવાદ થયો હતો. હવે સાઉથ આફ્રિકાના સ્ટારે આ કેચ પર પોતાનો અવાજ ઉઠાવીને નવો વિવાદ ઉભો કર્યો છે.
‘do men even take things seriously?’
— sambar vadai (@jupiter_vaazhga) August 28, 2024
the men in question: pic.twitter.com/VqCpGknmr3
વાસ્તવમાં આફ્રિકાના સ્ટાર સ્પિનર તબરેઝ શમ્સીએ સોશિયલ મીડિયા દ્વારા સૂર્યાના કેચ વિશે વાત કરી હતી. એક વીડિયો શેર કરતા શમ્સીએ લખ્યું કે, જો તેણે વર્લ્ડ કપ ફાઇનલમાં કેચ ચેક કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કર્યો હોત તો કદાચ તેને નોટઆઉટ આપવામાં આવ્યો હોત. શમ્સી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં કેટલાક લોકો સ્થાનિક ક્રિકેટ મેચ રમતા જોવા મળી રહ્યા છે. મેચમાં બાઉન્ડ્રી લાઇન પર કેચ લીધા બાદ તેને અલગ અલગ રીતે માપવામાં આવે છે.
શમ્સીએ સ્પષ્ટતા કરી
શમ્સીની પોસ્ટ વાઈરલ થતાં જ લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું, જે બાદ આફ્રિકન સ્ટારે સ્પષ્ટતા કરતા કહ્યું કે આ માત્ર મજાક છે. તેમણે લખીને સ્પષ્ટતા કરી કે, જો કેટલાક લોકો એ ન સમજતા હોય કે આ મજાક છે અને કોઈ રડી રહ્યું નથી, તો ચાલો હું તમને 4 વર્ષના બાળકની જેમ સમજાવું. તે એક મજાક છે.
સૂર્યાના કેચથી મેચ પલટી ગયો હતો
બાર્બાડોસમાં રમાયેલી ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને છેલ્લી ઓવરમાં જીતવા માટે 16 રનની જરૂર હતી. છેલ્લી ઓવરની જવાબદારી હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી હતી. ડાબોડી ડેવિડ મિલર ક્રિઝ પર હાજર હતો. મિલરે ઓવરના પ્રથમ ફુલ ટોસ બોલ પર બેટને જોરદાર ઘુમાવ્યું. બોલ બાઉન્ડ્રીની બહાર લોંગ ઓફ તરફ જતો હતો ત્યારે સૂર્યા દોડીને આવ્યો અને બોલને બાઉન્ડ્રી ક્રોસ કરતા અટકાવ્યો. સૂર્યાએ કેચ લીધો અને બોલ બહાર ફેંક્યો અને પછી ફરી દોડીને કેચ લીધો. મિલરના આઉટ થયા બાદ હાર્દિક માટે કામ ઘણું સરળ બની ગયું અને તેણે ટીમ ઈન્ડિયાને જીત અપાવી.
આ પણ વાંચો...