શોધખોળ કરો

Syed Mushtaq Ali Trophy: T20 ક્રિકેટનો ઐતિહાસિક રેકોર્ડ, સ્પિનર અક્ષય કારનેવરે ચાર ઓવરમાં એક પણ રન ન આપ્યો

પ્રથમ બેટિંગ કરતા વિદર્ભે મેચમાં 222 રન બનાવ્યા હતા. જીતેશ શર્મા અને અપૂર્વ વાનખેડેએ અણનમ રહેતાં 71 અને 49 રનની ઇનિંગ્સ રમી હતી.

Syed Mushtaq Ali Trophy: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મણિપુર-વિદર્ભ વચ્ચે રમાયેલી મેચમાં T20 ક્રિકેટનો ઐતિહાસિક રેકોર્ડ બન્યો હતો. સોમવારે મોડી રાત્રે રમાયેલી મેચમાં સ્પિનર ​​અક્ષય કારનેવરે તેની ચાર ઓવરમાં વિરોધી ટીમને એક પણ રન લેવા દીધો ન હતો. ડોમેસ્ટિક, ઈન્ટરનેશનલ અને ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં અત્યાર સુધી કોઈ ખેલાડી આવી સિદ્ધિ મેળવી શક્યો નથી. વિદર્ભ તરફથી રમતા અક્ષયે તેની ચારેય ઓવર મેડન નાંખી, એટલું જ નહીં તેણે મણિપુરના બે ખેલાડીઓને પેવેલિયનમાં મોકલ્યા હતા. અક્ષયના શાનદાર પ્રદર્શનના આધારે વિદર્ભને 167 રનથી જંગી જીત મળી હતી.

પ્રથમ બેટિંગ કરતા વિદર્ભે મેચમાં 222 રન બનાવ્યા હતા. જીતેશ શર્મા અને અપૂર્વ વાનખેડેએ અણનમ રહેતાં 71 અને 49 રનની ઇનિંગ્સ રમી હતી. જવાબમાં મણિપુરની ટીમ 16.3 ઓવરમાં માત્ર 55 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે વિદર્ભ પ્લેટ ગ્રુપમાં ટોચ પર છે.

વેંકટેશ અય્યરે પણ જાદુઈ સ્પેલ નાંખ્યો હતો

મધ્યપ્રદેશ તરફથી રમતા KKR ઓલરાઉન્ડર વેંકટેશ અય્યરે પણ સોમવારે મેચમાં જાદુઈ સ્પેલ ફેંક્યો હતો. બિહાર સામે વેંકટેશે ચુસ્ત બોલિંગ કરતાં 4 ઓવરમાં માત્ર 2 રનમાં 2 ખેલાડીઓને પેવેલિયન મોકલી દીધા હતા. વેંકટેશે તેના સ્પેલમાં 2 ઓવર મેડન્સ પણ ફેંકી હતી. ગ્રુપ સ્ટેજની આ મેચમાં મધ્યમ ઝડપી બોલર વેંકટેશના શોર્ટ બોલનો બિહારના બેટ્સમેન પાસે કોઈ જવાબ નહોતો. તેની 4 ઓવરના સ્પેલમાં, ઐયરે 22 બોલમાં ડોટ ફેંક્યા હતા.

મેચ બાદ અક્ષયને અભિનંદનનો ધોધ વહ્યો હતો. તેણે કહ્યું, 'આ અવિશ્વસનીય છે અને આખી મેચમાં એક પણ રન ન આપવો એ ખૂબ જ સારી બાબત છે અને હું તે કરીને ખૂબ જ ખુશ છું.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનો હિસ્સો રહેલા અક્ષયે કહ્યું, 'મણિપુરના બેટ્સમેનોએ બધું જ અજમાવ્યું પરંતુ હું તેમને બાંધી રાખવાનો પ્રયાસ કરતો રહ્યો.' જ્યારે તેને IPLમાં વાપસી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે આગામી તબક્કામાં પ્રદર્શન ઘણું મહત્વનું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 

અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત

2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે

IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અમેરિકામાં ગન પોઈન્ટ પર ગુજરાતીઓ કેમ?Hun To Bolish : હું તો બોલીશ : આરોગ્ય કેન્દ્રોનો ઈલાજ ક્યારે?Sabarkantha News | વડાલીના નાદરી ગામે ક્રુરતાની હદ વટાવતી ઘટના, અજાણ્યા શખ્સોએ ગૌ માતાનું ગળુ કાપી નાંખ્યુંAravalli News: અરવલ્લી જિલ્લાના માલપુરમાં કરુણ ઘટના, વાત્રક નદીમાં ડુબતા ત્રણ સગીરના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO  
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે

હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!

Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા

લો બોલો...! ચીને ભારતની જમીન પર બાંધી લીધા ઘર, ખુદ સરકારે સંસદમાં કર્યો ચોંકાવનારો ખુલાસો

Embed widget