શોધખોળ કરો
Advertisement
આજની મેચમાં ડેબ્યૂ કરનારો ખેલાડી ટી નટરાજન કોણ છે, કઇ રીતે વનડે ટીમમાં થયો સામેલ
તામિલનાડુ પ્રીમિયર લીગથી શરૂ થયેલી નટરાજનની સફળતાની કહાની આઇપીએલ 13ની સિઝનમાં ધમાલ મચાવવા લાગી, આ પરફોર્મન્સ તેને સીધુ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર લઇ ગયુ
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી વનડે મેચમાં ભારતીય ટીમ મેનેજમેન્ટે આઇપીએલ 2020માં ધમાલ મચાવનારા ફાસ્ટ બૉલર ટી નટરાજનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાનો મોકો આપ્યો છે. ત્રીજી વનડે કેનબરાના માનુકા ઓવલ મેદાનમાં રમાઇ રહી છે.
પ્રથમ બે વનડેમા કાંગારુ બેટ્સમેનો દ્વારા સ્ટાર બૉલરોની બરાબરની ધુલાઇને થઇ, જેને ધ્યાનમાં રાખીને હવે ટી નટરાજનને અંતિમ વનડેમાં રમવાનો મોકો આપવામાં આવ્યો છે. નટરાજન યોર્કર કિંગ બૉલર ગણાય છે. આ ડેબ્યૂ સાથે ટી નટરાજન ભારત તરફથી ડેબ્યૂ કરનારો 232 નંબરનો ખેલાડી બની ગયો છે.
ડેબ્યૂ કરનારો ખેલાડી કોણ છે ટી નટરાજન....
27 વર્ષીય ટી નટરાજન તામિલનાડુની ટીમમાંથી રમે છે, અને આઇપીએલ 2020માં તેનુ પરફોર્મન્સ જબરદસ્ત રહ્યું. હૈદરાબાદની ટીમમાંથી આઇપીએલમાં રમતા તેને સૌથી વધુ યોર્કર બૉલ ફેંક્યા અને આ મામલે બુમરાહ અને બૉલ્ટ જેવા ધૂરંધરોને પણ પાછળ પાડી દીધા હતા.
નટરાજનને ભારત તરફથી 232 ખેલાડી તરીકે આજે વનડેમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો છે. નટરાજનને નવદીપ સૈની જગ્યાએ ટીમમાં સામેલ કરાયો છે. ટૉસ પહેલા વિરાટ કોહલીએ નટરાજનને કેપ પહેરાવીને ડેબ્યૂ કરાવ્યુ. નટરાજન ભારતીય વનડે ઇતિહાસમાં 11મો લેફ્ટ આર્મ ફાસ્ટ બૉલર છે.
તામિલનાડુ પ્રીમિયર લીગથી શરૂ થયેલી નટરાજનની સફળતાની કહાની આઇપીએલ 13ની સિઝનમાં ધમાલ મચાવવા લાગી, આ પરફોર્મન્સ તેને સીધુ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર લઇ ગયુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement