T20: રાજકોટના મેદાન પર ટીમ ઇન્ડિયાએ કેટલી મેચો જીતી છે, જાણો હાર-જીતનાં આંકડા
આ નિર્ણાયક મેચ પહેલા અત્યાર સુધીના રેકોર્ડ પર એક નજર નાંખીએ તો ભારત માટે સારા સમાચાર છે કેમ કે અહીં ભારતનું પલડુ ભારે છે,

India vs Sri Lanka 3rd T20 Match Rajkot: ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 સીરીઝ રમાઇ રહી છે, પ્રથમ મેચમાં ભારતીય ટીમે જીત હાંસલ કરી, તો બીજી ટી20માં શ્રીલંકાન ટીમે જીત મેળવી છે, હવે બન્ને ટીમો ત્રણ મેચોની સીરીઝમાં 1-1ની બરાબરી પર આવી ગઇ છે. આગામી 7મી જાન્યુઆરીએ બન્ને ટીમો વચ્ચે ફાઇનલ ટી20 મેચ રાજકોટમાં રમાશે. જાણો અહીં રેકોર્ડ વિશે.....
આ નિર્ણાયક મેચ પહેલા અત્યાર સુધીના રેકોર્ડ પર એક નજર નાંખીએ તો ભારત માટે સારા સમાચાર છે કેમ કે અહીં ભારતનું પલડુ ભારે છે, ટીમ ઇન્ડિયાએ અહીં 4માંથી 3 ટી20 મેચોમાં જીત હાંસલ કરી છે.
ભારતે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધી કુલ 4 ઇન્ટરનેશનલ મેચો રમી છે, આ દરમિયાન 3 મેચોમા જીત નોંધાવી છે, જ્યારે એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
ટીમ ઇન્ડિયાએ અહીં પહેલી ટી20 મેચ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમી હતી, તે ઓક્ટોબર 2013માં રમાઇ રહી, અને આ મેચમાં ભારતે 6 વિકેટથી જીત નોંધાવી હતી. આ પછી બીજી મેચ નવેમ્બર 2017 માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમી હતી, આ મેચમાં ભારતને 40 રનોથી હારનો સામનો કરવો પડ્યો હતો.
ટીમ ઇન્ડિયાએ 2019 અને 2022 માં મેચો જીતી -
આ પછી ભારતે બાંગ્લાદેશને અહીં 8 વિકેટથી અને દક્ષિણ આફ્રિકાને 82 રનોથી હરાવ્યુ હતુ. હવે ટીમ ઇન્ડિયા રાજકોટમાં શ્રીલંકા વિરુદ્ધ મેચ રમાશે. શ્રીલંકન ટીમ આ દરમિયાન પહેલીવાર આ મેદાન પર કોઇ મેચ રમશે. અહીં ત્રણ મેચોની ટી20 સીરીઝીની ફાઇનલ મેચ રમાવવાની છે.
Special feeling to get my maiden T20I half century 😊
— Akshar Patel (@akshar2026) January 6, 2023
We move to Rajkot next! Let's do this 💪🏻#TeamIndia | #INDvSL pic.twitter.com/eNtsvPt4FO
Watching Umran Malik bowl is a joy! #INDvSL
— Mohsin Kamal (@64MohsinKamal) January 5, 2023
pic.twitter.com/9iuWebfGvt
📸📸 Dream come true moment for @tripathirahul52 🙌🙌#TeamIndia #INDvSL @mastercardindia pic.twitter.com/igiWnQEEIR
— BCCI (@BCCI) January 5, 2023