3rd T20: ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદ ટી20 માટે ટિકીટોનું વેચાણ શરૂ, ક્યાંથી ને કેટલામાં મળી રહી છે ટિકીટ, જાણો
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચોની ટી20 સીરીઝની અંતિમ ટી20 ગુજરાતના, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 1લી ફેબ્રુઆરીએ રમાશે.
India vs New Zealand 3rd T20: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વનડે સીરીઝ પુરી થઇ ગઇ છે, અને હવે આવતીકાલથી બન્ને ટીમો વચ્ચે ફરી એકવાર મેદાનમાં જંગ જોવા મળશે, એટલે કે બન્ને ટીમો વચ્ચે આવતીકાલથી ત્રણ મેચોની ટી20 સીરીઝ શરૂ થઇ રહી છે, જોકે આ સીરીઝ શરૂ થાય તે પહેલા ટિકીટોના વેચાણને લઇને સમાચાર સામે આવ્યા છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટી20 અમદાવાદમાં રમાશે અને આ માટે પહેલાથી ટિકીટ બુકિંગ શરૂ થઇ ચૂક્યું છે. જાણો શું છે અપડેટ....
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચોની ટી20 સીરીઝની અંતિમ ટી20 ગુજરાતના, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 1લી ફેબ્રુઆરીએ રમાશે. અહીં હવે ટિકીટ બુકિંગ ઓનલાઇન શરૂ થઇ ચૂક્યુ છે. માહિતી છે કે, 01 ફેબ્રુઆરીએ રમાનારી ટી20 મેચ માટેની ટિકીટોનું વેચાણ ઓનલાઇન 'બુક માય શૉ' વેબસાઇટ પર શરૂ થઇ ચૂક્યુ છે. જો કોઇ દર્શકે સ્ટેડિયમમાં બેસીને મેચ જોવા ઇચ્છે તો, તે અહીંથી આસાનીથી ટિકીટ ખરીદી શકે છે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી ટી20 મેચ માટેની ટિકીટો એટલે કે ઓનલાઇન ટિકીટો નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગેટ ન.01 પરથી સવારે 11 થી સાંજે 06 મળશે. અહીંથી પણ દર્શક ટિકીટ ખરીદી શકે છે. ટિકીટની કિંમતને લઇને જાણકારી મળી છે કે 2000 રૂપિયાથી વધુની ટિકીટ આવતીકાલથી જગ્યા અને જે તે સમયે સીધી જ મળશે.
શું છે મેચની ડિટેલ્સ -
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચની વાત કરીએ તો, બન્ને ટીમો ત્રણ મેચોની વનડે સીરીઝ રમી ચૂક્યુ છે. રોહિત શર્માની આગેવાની વાળી ભારતીય ટીમે કીવી ટીમને વનડે સીરીઝમાં ક્લિન સ્વીપ કરીને સીરીજ પર 3-0થી કબજો જમાવ્યો છે. હવે હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ટીમ ત્રણ મેચોની ટી20 સીરીઝ રમવા માટે મેદાનમાં ઉતરશે.
ટી20 સીરીઝ શિડ્યૂલ -
- પ્રથમ ટી20, JSCA આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ, રાંચી, ઝારખંડ
- બીજી ટી20, ઇકાના સ્પૉર્ટ્સ સીટી સ્ટેડિયમ, લખનઉ, ઉત્તરપ્રદેશ
- ત્રીજી ટી20, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ, ગુજરાત
— Virat Kohli (@imVkohli) January 26, 2023
आप सभी को गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएं।
— Sachin Tendulkar (@sachin_rt) January 26, 2023
Proud of our glorious Nation today, tomorrow & forever! 🇮🇳#RepublicDay
Happy Republic Day 🇮🇳 Jai Hind! pic.twitter.com/C1CPF8x0HM
— Cheteshwar Pujara (@cheteshwar1) January 26, 2023
Nothing gives a sportsperson a bigger high than being able to hold aloft our tri-colour with pride, lots to celebrate about our great nation's rise on this the 74th Republic Day #HappyRepublicDay pic.twitter.com/BXLtnxlFF6
— Mohammad Kaif (@MohammadKaif) January 26, 2023