T20 World Cup 2022: ટી-20 વર્લ્ડકપ માટે ઓસ્ટ્રેલિયાએ કરી ટીમની જાહેરાત, ટીમ ડેવિડને કર્યો સામેલ
ઑસ્ટ્રેલિયાએ ઑક્ટોબરમાં યોજાવા જઇ રહેલા T20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે
Tim David Will Play For Australia: ઑસ્ટ્રેલિયાએ ઑક્ટોબરમાં યોજાવા જઇ રહેલા T20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમની કેપ્ટનશીપ એરોન ફિન્ચને સોંપવામાં આવી છે. ગત વખતે પણ ફિન્ચ ઓસ્ટ્રેલિયન ટીમનો કેપ્ટન હતો. સૌથી મહત્વની વાત એ છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સિંગાપોરના બેટ્સમેન ટીમ ડેવિડને પણ પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
World Cup squad assembled!
— Cricket Australia (@CricketAus) August 31, 2022
Here's the 15 who will represent our national men's team at the upcoming T20 World Cup and tour of India 🇦🇺 pic.twitter.com/DUgqUGWuyV
ઓસ્ટ્રેલિયાની 15 સભ્યોની T20 ટીમમાં લગભગ બધા જ એ ખેલાડીઓ છે જે ગયા વર્ષે T20 વર્લ્ડ કપ રમ્યા હતા. અહીં માત્ર એક જ ફેરફાર છે. મિચેલ સ્વેપસનના સ્થાને ટીમ ડેવિડનો સમાવેશ કરવામાં આવ્યો છે. 26 વર્ષીય ટીમ ડેવિડને T20 સ્પેશિયાલિસ્ટ ક્રિકેટર માનવામાં આવે છે. તેણે વિશ્વભરમાં T20 ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં પોતાનુ ટેલેન્ટ બતાવી ચૂક્યો છે. તે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે.
T20 વર્લ્ડ કપ સુધી ઓસ્ટ્રેલિયા હવે આ ટીમ સાથે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં રમતી જોવા મળશે. સપ્ટેમ્બરમાં તે ભારતનો પ્રવાસ કરશે, જ્યાં ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી રમવાની છે. આ પછી તે ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણે ટી20 શ્રેણી પણ રમશે. ઉલ્લેખનીય છે કે ટી-20 વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં જ આયોજિત થવાનો છે. વર્લ્ડકપ 16મી ઓક્ટોબરથી શરૂ થશે.
ડેવિડ વોર્નર ભારત પ્રવાસ પર નહીં આવે
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના જણાવ્યા અનુસાર, T20 વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલી તે જ ટીમ ટૂર્નામેન્ટ પહેલા ભારતના પ્રવાસ પર ત્રણ મેચની T20 શ્રેણી પણ રમશે. જો કે તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ડેવિડ વોર્નર ભારતના પ્રવાસે નહીં જાય. તેમને આરામ આપવામાં આવ્યો હતો. વોર્નરની જગ્યાએ કેમેરોન ગ્રીનને ટીમમાં સામેલ કરવામાં આવશે.
ઓસ્ટ્રેલિયન ટીમ
એરોન ફિંચ (કેપ્ટન) એશ્ટન એગર, પેટ કમિન્સ, ટીમ ડેવિડ, જોસ હેઝલવુડ, જોસ ઇન્ગલિસ, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્ક્સ સ્ટોઇનિસ, મૈથ્યૂ વેડ, ડેવિડ વોર્નર, એડમ જમ્પા.