T20 World Cup 2022: મોઈન અલી IPLમાં ધોની પાસેથી શિખ્યો હતો આ ટ્રિક્સ, હવે ભારત સામે અજમાવશે
ટી20 વર્લ્ડ કપ 2022માં બીજી સેમિફાઈનલ મેચ 10 નવેમ્બરના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એડિલેડ ઓવલ સ્ટેડિયમમાં રમાશે.
T20 World Cup 2022: ટી20 વર્લ્ડ કપ 2022માં સેમિફાઈનલની પ્રથમ મેચ પાકિસ્તાન અને ન્યુઝિલેન્ડ વચ્ચે 9 નવેમ્બરના રોજ રમાશે. તો બીજી સેમિફાઈનલ મેચ 10 નવેમ્બરના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એડિલેડ ઓવલ સ્ટેડિયમમાં રમાશે. આ પહેલાં ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ખેલાડી મોઈન અલીએ પોતાની IPL સફર વિશે અને ધોની પાસેથી શિખેલી ઘણી વાતો અંગે વાત કરી છે.
IPLમાં ધોની પાસેથી શું શિખ્યો મોઈન અલી?
રિપોર્ટરો સાથેની વાતચીતમાં મોઈન અલીએ જણાવ્યું કે, "હું IPLમાં CSK માટે રમું છું ત્યારે મેં એમએસ ધોની અને ડ્વેન બ્રાવો જેવા ખેલાડીઓ પાસેથી ઘણું શીખ્યો છું. મેં શીખ્યું કે, સિનિયર ખેલાડીઓ કેવી રીતે યુવા ખેલાડીઓ પર છવાઈ શકે છે. તે મોટી ગેમ્સ માટે અદ્ભુત છે. ટીમના સિનિયર ખેલાડીઓએ માત્ર શાંત રહેવાની જરૂર છે. જ્યારે યુવાન ખેલાડીઓ આક્રમકતાથી ભાવનાત્મક થયા વિના રમવાની જરૂર છે.
કોહલીને રન બનાવતો અટકાવવા આ છે યોજનાઃ
તમને જણાવી દઈએ કે, મોઈન અલી RCB માટે કોહલી સાથે ત્રણ સિઝન રમ્યો છે. સાથે જ ટેસ્ટ અને IPLમાં કોહલીની વિકેટ પણ લીધી છે. ત્યારે મોઈન અલીએ વિરાટ કોહલીને સેમિફાઈનલ મેચમાં વધુ રન બનાવતો રોકવાની ઈંગ્લેન્ડની યોજના વિશે પણ વાત કરી હતી. મોઈને કહ્યું કે, "રન થતા રોકો અને ટીમને દબાણમાં લાવી વિકેટ પડવા દો. T20 ક્રિકેટમાં ટોપ ખેલાડીઓ જ્યારે મેદાનમાં રમી રહ્યા હોય ત્યારે તેમને રોકવા મુશ્કેલ હોય છે. તમારે આવા ટોપ ખેલાડીને ધીમો પાડવાની યોજના બનાવવી પડશે અને પછી કદાચ વિકેટ મળશે"
નૉકઆઉટ મેચમાં ઇંગ્લેન્ડ સામે ભારત
કેવી છે એડિલેડની પીચ?
પીચ રિપોર્ટ અનુસાર, જે એડિલેડમાં ભારત અને ઇંગ્લેન્ડ ટકરાવવાના છે, ત્યાંની પીચ બેટિંગ માટે ખુબ જ સારી છે, ભારત આ મેદાન પર નેધરલેન્ડ્સને હરાવી ચૂક્યુ છે. અહીં પહેલી બેટિંગ કરનારી ટીમ 180+ સ્કૉર કરી શકે છે, ભારતે નેધરલેન્ડ્સ સામે 184 રનનો સ્કૉર કર્યો હતો. ખાસ વાત છે કે, મેદાનની સ્ક્વેર બાઉન્ડ્રી ખુબ નાની છે, એટલા માટે બૉલરોને લેન્થનું ધ્યાન રાખવુ પડશે, ફિલ્ડિંગની પ્લેસમેન્ટ પણ ખુબ મહત્વની રહેશે.