T20 World Cup 2022 SL Vs Nam: અપસેટ સાથે ટી-20 વર્લ્ડકપની શરૂઆત, નામિબિયાએ એશિયા કપની ચેમ્પિયન શ્રીલંકાને હરાવ્યું
પ્રથમ બેટિંગ કરતા નામિબિયાએ 163 રન ફટકાર્યા હતા. શ્રીલંકા તરફથી આ મેચમાં મધુસને 2 વિકેટ ઝડપી હતી
T20 World Cup 2022 SL Vs Nam: ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડકપનો અપસેટ સાથે પ્રારંભ થયો હતો. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ રવિવારે (16 ઓક્ટોબર) શ્રીલંકા અને નામિબિયા વચ્ચે રમાઈ હતી. ક્વોલિફાઈંગ રાઉન્ડની આ પ્રથમ મેચમાં નામિબિયાએ એશિયા કપની ચેમ્પિયન શ્રીલંકાને 55 રનથી હરાવ્યું હતું. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા નામિબિયાએ 163 રન બનાવ્યા હતા.
A historic win for Namibia 🔥#T20WorldCup | #SLvNAM | 📝 https://t.co/vuNGEcX62U pic.twitter.com/AvCsiz9X7K
— ICC (@ICC) October 16, 2022
નામિબિયાએ આ મેચ 55 રને જીતીને T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક ડેબ્યૂ કર્યું હતું. નોંધનીય છે કે ક્વોલિફાઈંગ રાઉન્ડની આ પહેલી મેચ હતી. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા નામિબિયાએ 163 રન ફટકાર્યા હતા. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ જીતવા માટે શ્રીલંકાને 164 રન બનાવવાના હતા, પરંતુ એશિયા કપ ચેમ્પિયન અહીં નિષ્ફળ સાબિત થઇ હતી અને 108માં જ ઓલઆઉટ થઇ ગઇ હતી
શ્રીલંકાની શરૂઆત નામિબિયા જેટલી જ ખરાબ રહી હતી. શ્રીલંકાએ માત્ર ચાર ઓવરમાં 21 રનમાં પોતાની 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી શ્રીલંકાની ટીમ ક્યારેય મેચમાં વાપસી કરી શકી નહીં અને તેના માત્ર 4 બેટ્સમેન જ ડબલ ફિગર સુધી પહોંચી શક્યા હતા. શ્રીલંકા તરફથી કેપ્ટન દાસુન સનાકાએ સૌથી વધુ 29 રનની ઇનિંગ રમી હતી. નામિબિયા તરફથી આ મેચમાં ડેવિડ વેઈસ, બર્નાર્ડ, બેન અને જેને 2-2 વિકેટ ઝડપી હતી.
અગાઉ પ્રથમ બેટિંગ કરનાર નામિબિયાની બેટિંગની શરૂઆત વધુ સારી રહી ન હતી. ટીમે 35ના સ્કોર પર પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. મધ્યમક્રમના બેટ્સમેનો પણ સારુ પ્રદર્શન કરી શક્યા નહોતા. ટીમ તરફથી Jan Nicolaas Frylinck અને જેજે સ્મિતે ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોચાડ્યો હતો. બંન્ને વચ્ચે ફક્ત 33 બોલમાં 69 રનની ભાગીદારી થઇ હતી. તેમની બેટિંગની મદદથી નામિબિયાનો સ્કોર 163 રન સુધી પહોચ્યો હતો. શ્રીલંકા તરફથી આ મેચમાં મધુસને 2 વિકેટ ઝડપી હતી. બાકીના બોલરોને એક-એક વિકેટ મળી હતી.