(Source: ECI/ABP News/ABP Majha)
AFG vs AUS: અફઘાનિસ્તાને કર્યો ઉલટફેર, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમવાર ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, 21 રનથી જીત્યું
બંને ટીમો વચ્ચે વનડેમાં ચાર અને ટી-20માં બે મેચ રમાઈ છે. અફઘાનિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં ક્યારેય જીતી શકી નથી, પરંતુ T20ની બીજી મેચમાં અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને હરાવીને ઈતિહાસ રચ્યો છે.
અફઘાનિસ્તાનની ટીમે ઈતિહાસ રચ્યો છે. રાશિદ ખાનની કેપ્ટનશીપ હેઠળની આ ટીમે તેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. અફઘાનિસ્તાન ગયા વર્ષે યોજાયેલા વન-ડે વર્લ્ડ કપ 2023માં જીતની નજીક પહોંચી ગયું હતું. પરંતુ મેક્સવેલે તેની પાસેથી જીત છીનવી લીધી હતી. જોકે, આ વખતે અફઘાનિસ્તાને આવી કોઈ ભૂલ ન કરી અને કિંગસ્ટાઉન ખાતે ઓસ્ટ્રેલિયાને 21 રને હરાવ્યું. બંને ટીમો વચ્ચે વનડેમાં ચાર અને ટી-20માં બે મેચ રમાઈ છે.
AFGHANISTAN ARE KINGS IN KINGSTOWN 👑
Their first-ever win against Australia!
LIVE: https://t.co/eEuhF7qOpW | #T20WorldCup | #AFGvAUS pic.twitter.com/kBm6s3t2gJ— ESPNcricinfo (@ESPNcricinfo) June 23, 2024
અફઘાનિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં ક્યારેય જીતી શકી નથી, પરંતુ T20ની બીજી મેચમાં અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને હરાવીને ઈતિહાસ રચ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા હતા. રહેમાનુલ્લા ગુરબાઝે 60 અને ઈબ્રાહિમ ઝદરાને 51 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 19.2 ઓવરમાં 127 રનમાં સમેટાઈ ગઈ હતી.
Afghanistan bury the demons of 2023 💥
— T20 World Cup (@T20WorldCup) June 23, 2024
A historic #T20WorldCup victory for Afghanistan 🤩
📝 #AFGvAUS: https://t.co/FKURxuqBD1 pic.twitter.com/BBPJG7TpTH
ટી-20 વર્લ્ડ કપ 2024માં અફઘાનિસ્તાને મોટો અપસેટ સર્જ્યો છે. તેણે 7 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમને હરાવી છે. સુપર 8 મેચમાં અફઘાનિસ્તાનનો 21 રને વિજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 149 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 127 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. અફઘાનિસ્તાન તરફથી ગુલાબદિન નાયબે 4 વિકેટ ઝડપી હતી. જ્યારે નવીન-ઉલ-હકે 3 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયન ટીમે 6 વખત વન-ડે વર્લ્ડ કપ અને એક વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાન ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા હતા. આ દરમિયાન ઓપનર ગુરબાઝે 49 બોલનો સામનો કરીને 60 રન બનાવ્યા હતા. તેણે 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ઈબ્રાહિમ ઝદરાને 51 રનની ઈનિંગ રમી હતી. તેણે 48 બોલનો સામનો કર્યો અને 6 ચોગ્ગા ફટકાર્યા. આ દરમિયાન ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે 3 વિકેટ ઝડપી હતી. એડમ ઝમ્પાએ 2 વિકેટ લીધી હતી.
ઓસ્ટ્રેલિયા અફઘાનિસ્તાન સમક્ષ ઘૂંટણિયે પડ્યું
અફઘાનિસ્તાન સામે મેદાનમાં ઉતરેલી દિગ્ગજોથી ભરેલી કાંગારૂ ટીમે સરેન્ડર કર્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમ પૂરી 20 ઓવર પણ રમી શકી નહોતી. તે 19.2 ઓવરમાં 127 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ગ્લેન મેક્સવેલે 41 બોલનો સામનો કરીને 59 રન બનાવ્યા હતા. તેણે 6 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. કેપ્ટન મિશેલ માર્શ 12 રન બનાવીને આઉટ થયો હતો. માર્કસ સ્ટોઈનિસ 11 રન બનાવીને આઉટ થયો હતો. ઓપનર ટ્રેવિસ હેડ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. સ્ટોઇનિસ 11 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. મેથ્યુ વેડ 5 રન બનાવીને આઉટ થયો હતો.
અફઘાનિસ્તાનના બોલરોનું જોરદાર પ્રદર્શન
અફઘાનિસ્તાનના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ગુલાબદિન નાયબે 4 ઓવરમાં માત્ર 20 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. નવીન-ઉલ-હકે 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ લીધી હતી. મોહમ્મદ નબીએ 1 ઓવરમાં માત્ર 1 રન આપ્યો અને 1 વિકેટ લીધી. કેપ્ટન રાશિદ ખાનને પણ એક સફળતા મળી હતી. ઓમરઝાઈએ પણ એક વિકેટ લીધી હતી.
ઓસ્ટ્રેલિયાની ટીમ 7 વખત વર્લ્ડ ચેમ્પિયન છે. ઓસ્ટ્રેલિયાએ 2021માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો. તેણે 6 વખત વન-ડે વર્લ્ડ કપ જીત્યો છે. ઓસ્ટ્રેલિયાએ 1987, 1999, 2003, 2007, 2015 અને 2023માં વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો.