IND vs USA Playing 11: અમેરિકા સામે ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં ફેરફારની શક્યતા, જયસ્વાલ કરી શકે છે વાપસી
IND vs USA Playing 11: ભારતીય ટીમ બુધવારે તેની ત્રીજી મેચમાં યજમાન અમેરિકા સામે ટકરાશે. ટી-20 વર્લ્ડ કપ 2024ની 25મી મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
IND vs USA Playing 11: ભારતીય ટીમ બુધવારે તેની ત્રીજી મેચમાં યજમાન અમેરિકા સામે ટકરાશે. ટી-20 વર્લ્ડ કપ 2024ની 25મી મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર થશે. બંને ટીમોએ પોતાની છેલ્લી મેચમાં વિજય મેળવ્યો છે. જે ટીમ આ મેચ જીતશે તે ગ્રુપ Aમાંથી સુપર-8 માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બનશે.
ભારતે તેની અગાઉની બંને મેચ સમાન લાઇનઅપ સાથે રમી હતી. જોકે, બેટ્સમેનો કંઈ ખાસ કમાલ કરી શક્યા નથી. એવું માનવામાં આવે છે કે રોહિત શર્મા અમેરિકા સામે ભારતના પ્લેઇંગ 11માં મહત્વપૂર્ણ ફેરફાર કરી શકે છે. શિવમ દુબેની જગ્યાએ સંજુ સેમસનને તક મળી શકે છે. આ સાથે જ યશસ્વી જયસ્વાલ પણ ટીમમાં સ્થાન મેળવવા માટે તૈયાર છે. વાસ્તવમાં દુબે છેલ્લી બે મેચમાં કંઈ ખાસ કમાલ કરી શક્યો નહોતો. તે આયરલેન્ડ સામે કોઈ રન બનાવી શક્યો નહોતો જ્યારે પાકિસ્તાન સામે તે માત્ર ત્રણ રન બનાવીને આઉટ થયો હતો. એવું માનવામાં આવે છે કે કેપ્ટન આ આઉટ ઓફ ફોર્મ બેટ્સમેનને બહારનો રસ્તો બતાવી શકે છે. અત્યાર સુધી દુબેને બોલિંગ કરવાની તક મળી નથી. તેની જગ્યાએ કોઈ નિષ્ણાત બેટ્સમેનને સામેલ કરી શકાય છે.
યશસ્વી જયસ્વાલની વાપસી શક્ય
ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં શિવમ દુબેની જગ્યાએ યશસ્વી જયસ્વાલનું નામ સૌથી આગળ છે. તે એક શાનદાર ઓપનર છે. જો કે ટીમ માટે રોહિત શર્મા અને વિરાટ કોહલી બેટિંગની શરૂઆત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં જયસ્વાલ ત્રીજા નંબર પર ઉતરી શકે છે. પંત ચોથા નંબર પર અને સૂર્યકુમાર યાદવ પાંચમા નંબર પર બેટિંગ કરતો જોવા મળી શકે છે. આ સાથે જ ટીમમાં હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડર તરીકે રમતા જોવા મળશે જેઓ બોલિંગની સાથે સાથે બેટિંગમાં પણ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે.
બોલિંગમાં કોઈ ફેરફાર થશે નહીં
જસપ્રીત બુમરાહના નેતૃત્વમાં ભારતના ઝડપી બોલિંગ આક્રમણે જોરદાર પ્રદર્શન કર્યું છે. અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજે છેલ્લી બંને મેચમાં ઘાતક બોલિંગ કરી છે. બુમરાહે પાકિસ્તાન સામે ત્રણ વિકેટ ઝડપી હતી. આ શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. આ સાથે જ અર્શદીપને એક અને હાર્દિક પંડ્યાને બે વિકેટ મળી હતી.
ભારતીય ટીમની સંભવિત પ્લેઇંગ-11
રોહિત શર્મા, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.