શોધખોળ કરો

T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા

T20 World Cup: શનિવારે ખૂબ જ રોમાંચક મેચમાં દક્ષિણ આફ્રિકાને સાત રનથી હરાવીને T20 વર્લ્ડ કપ જીત્યો હતો.

T20 World Cup: ભારતીય ક્રિકેટ ટીમે 17 વર્ષની રાહનો અંત લાવ્યો છે. શનિવારે ખૂબ જ રોમાંચક મેચમાં દક્ષિણ આફ્રિકાને સાત રનથી હરાવીને T20 વર્લ્ડ કપ જીત્યો હતો. માત્ર સાત મહિના પહેલા, (નવેમ્બર 19, 2023) જ્યારે 50-ઓવરના ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે લાખો ભારતીય ચાહકોનું દિલ તૂટી ગયું હતું. હવે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં આ જીત બાદ દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે.

આખા દેશમાં ટી-20 વર્લ્ડકપના જીતની ઉજવણી જોવા મળી હતી. જ્યારે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ મેદાન પર જશ્ન મનાવ્યો હતો, ત્યારે ભારતમાં લોકોએ ફટાકડા ફોડીને અને રસ્તાઓ પર ત્રિરંગો લહેરાવીને ઉજવણી કરી હતી. હવે દરેક ટીમ ઈન્ડિયાના ઘરે પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે, જ્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

બુધવાર સુધીમાં ભારત પહોંચે તેવી શક્યતા છે

ટીમ ઈન્ડિયા આજે બાર્બાડોસમાં છે કારણ કે 30 જૂનને વર્લ્ડ કપ માટે રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો હતો. આવતીકાલે એટલે કે સોમવારે ટીમ ઈન્ડિયા બાર્બાડોસથી સવારે 11 વાગ્યે ન્યૂયોર્ક માટે રવાના થશે. ત્યારબાદ મંગળવારે ટીમ ન્યૂયોર્કથી અમીરાતની ફ્લાઈટ લઈને દુબઈ પહોંચશે અને ત્યાંથી ભારત પરત ફરશે અને બુધવાર સુધીમાં ટીમ ભારત પહોંચે તેવી શક્યતા છે.

દુબઈથી ખેલાડીઓ મુંબઈ આવશે કે દિલ્હી પહોંચશે તે હજુ નક્કી નથી. તેની સંપૂર્ણ વિગતો આજે આવે તેવી શક્યતા છે. આ પછી ટીમ ઈન્ડિયાનું વિજય સરઘસ નીકળશે, તેનું શિડ્યૂલ હજુ આવ્યું નથી.

 માત્ર આ ટીમોએ 4 કે તેથી વધુ વર્લ્ડ કપ જીત્યા છે

નોંધનીય છે કે ભારતીય ટીમ ચાર વર્લ્ડ કપ જીતનારી ત્રીજી ક્રિકેટ ટીમ બની ગઈ છે. આ પહેલા આ રેકોર્ડ માત્ર ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝના નામે હતો. ઓસ્ટ્રેલિયાએ 7 વખત વર્લ્ડ કપ જીત્યો છે જ્યારે વેસ્ટ ઈન્ડિઝ 4 વખત વર્લ્ડ ચેમ્પિયન બની છે. આ ત્રણ ટીમો સિવાય અન્ય કોઈ આ ટાઈટલ જીતી શક્યું નથી. જો કે ઘણી એવી ટીમો છે જે ઘણી વખત વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ત્યાં હારનો સામનો કરવો પડ્યો હતો.                                

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Embed widget