શોધખોળ કરો

IND vs NZ: ટીમ ઇન્ડિયાનો 91 વર્ષમાં સૌથી ઓછો સ્કૉર, 11 ખેલાડી મળીને 50 રન પણ ના બનાવી શક્યા...

IND vs NZ: 46 રન એ ભારતનો ટેસ્ટમાં કોઈપણ ટીમનો સૌથી ઓછો સ્કોર છે. ભારતે ન્યૂઝીલેન્ડ દ્વારા બે વર્ષ પહેલા બનાવેલા રેકોર્ડને તોડ્યો હતો

IND vs NZ: બેંગલુરુ ટેસ્ટમાં ભારતની પ્રથમ ઇનિંગ 46 રનમાં સમેટાઈ ગઇ છે. ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો કેપ્ટન રોહિત શર્માનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. વાદળછાયા વાતાવરણમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો પત્તાની જેમ છૂટા પડીને ધરાશાયી થઇ ગઇ હતી. ટીમના પાંચ બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. જેમાં વિરાટ કોહલી, સરફરાઝ ખાન, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનનો સમાવેશ થાય છે. ઋષભ પંતે સૌથી વધુ 20 રન બનાવ્યા હતા. જ્યારે યશસ્વી જાયસ્વાલે 13 રનની ઇનિંગ રમી હતી. રોહિત શર્મા બે રન બનાવીને આઉટ થયો હતો અને જસપ્રીત બુમરાહ એક રન બનાવીને આઉટ થયો હતો.

46 રન એ ભારતનો ટેસ્ટમાં કોઈપણ ટીમનો સૌથી ઓછો સ્કોર છે. ભારતે ન્યૂઝીલેન્ડ દ્વારા બે વર્ષ પહેલા બનાવેલા રેકોર્ડને તોડ્યો હતો. 2021માં વાનખેડે ખાતે કિવી ટીમ 62 રનમાં આઉટ થઈ ગઈ હતી. ઘરઆંગણે ભારતનું આ સૌથી ખરાબ પ્રદર્શન છે. 37 વર્ષ પહેલા એટલે કે 1987માં ભારતે દિલ્હીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 75 રન બનાવ્યા હતા. વળી, ન્યૂઝીલેન્ડ સામે પણ આ ભારતનો સૌથી ખરાબ સ્કોર છે. આ પહેલા 1976માં ટીમ ઈન્ડિયાએ વેલિંગ્ટનમાં કિવી વિરુદ્ધ 81 રન બનાવ્યા હતા.

ટેસ્ટમાં ભારતના સૌથી ઓછા સ્કૉર

સ્કૉર કઇ ઇનિંગ વિરૂદ્ધ મેદાન વર્ષ
36 3 ઓસ્ટ્રેલિયા એડિલેડ 2020
42 3 ઇંગ્લેન્ડ લૉર્ડ્સ 1974
58 2 ઓસ્ટ્રેલિયા  બ્રિસ્બેન 1947
58 2 ઇંગ્લેન્ડ માન્ચેસ્ટર  1952
66 4 દક્ષિણ આફ્રિકા ડરબન 1996
67 3 ઓસ્ટ્રેલિયા  મેલબૉર્ન 1948
75 1 વેસ્ટ ઇન્ડિઝ દિલ્હી 1987
76 1 દક્ષિણ આફ્રિકા અમદાવાદ 2008
78 1 ઇંગ્લેન્ડ લીડ્સ 2021
81 4 વેસ્ટ ઇન્ડિઝ બ્રિઝટાઉન 1997
81 3 ન્યૂઝીલેન્ડ વેલિંગ્ટન 1976
82 3 ઇંગ્લેન્ડ માન્ચેસ્ટર 1952
83 4 ઇંગ્લેન્ડ ચેન્નાઇ 1977

ટેસ્ટમાં ભારતનો આ ત્રીજો સૌથી ઓછો સ્કોર છે. અગાઉ 2020માં એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ 36 રને આઉટ થઈ ગઈ હતી. વળી, 1974માં ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં 42 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ટેસ્ટમાં કોઈપણ વ્યક્તિ દ્વારા એકંદરે 10મો સૌથી ઓછો સ્કોર છે. ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ પાંચ વિકેટ ઝડપી હતી. આ સાથે તેની ટેસ્ટમાં 100 વિકેટ પણ પૂરી થઈ ગઈ. 23 વર્ષના ફાસ્ટ બોલર વિલિયમ ઓ'રર્કે ચાર વિકેટ લીધી હતી. ટિમ સાઉથીને એક વિકેટ મળી હતી.

ટેસ્ટમાં કોઇપણ ટીમનો ન્યૂનત્તમ સ્કૉર
ટીમ સ્કૉર વિરૂદ્ધ મેદાન વર્ષ
ન્યૂઝીલેન્ડ 26 ઇંગ્લેન્ડ ઓકલેન્ડ 1955
દક્ષિણ આફ્રિકા 30 ઇંગ્લેન્ડ ગકેબરા 1896
દક્ષિણ આફ્રિકા 30 ઇંગ્લેન્ડ બર્મિઘમ 1924
દક્ષિણ આફ્રિકા 35 ઇંગ્લેન્ડ કેપટાઉન 1899
દક્ષિણ આફ્રિકા 36 ઓસ્ટ્રેલિયા મેલબૉર્ન 1932
ઓસ્ટ્રેલિયા 36 ઇંગ્લેન્ડ બર્મિઘમ 1902
ભારત 36 ઓસ્ટ્રેલિયા એડિલેડ 2020
આયરલેન્ડ 38 ઇંગ્લેન્ડ લૉર્ડ્સ 2019
ન્યૂઝીલેન્ડ 42 ઓસ્ટ્રેલિયા વેલિંગ્ટન 1946
ઓસ્ટ્રેલિયા 42 ઇંગ્લેન્ડ સિડની 1888
ભારત 42 ઇંગ્લેન્ડ લૉર્ડ્સ 1974
દક્ષિણ આફ્રિકા 43 ઇંગ્લેન્ડ કેપટાઉન 1889
બાંગ્લાદેશ 43 વેસ્ટ ઇન્ડિઝ નૉર્થ સાઉન્ડ 2018
ઓસ્ટ્રેલિયા 44 ઇંગ્લેન્ડ ધ ઓવલ 1896
દક્ષિણ આફ્રિકા 45 ઓસ્ટ્રેલિયા મેલબૉર્ન 1932
ઇંગ્લેન્ડ 45 ઓસ્ટ્રેલિયા સિડની 1887
ન્યૂઝીલેન્ડ 45 દક્ષિણ આફ્રિકા કેપટાઉન 2013
ભારત 46 ન્યૂઝીલેન્ડ બેંગ્લુરું 2024
 
આ પણ વાંચો

IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાંથી શુભમન ગીલે કેમ કરાયો બહાર, BCCIએ કર્યો ખુલાસો 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat MPs Assets: 10 વર્ષમાં સાંસદોની સંપત્તિ ડબલ! ગુજરાતના કયા મહિલા નેતા ટોપ પર ? જાણો કોણ કેટલું અમીર
Gujarat MPs Assets: 10 વર્ષમાં સાંસદોની સંપત્તિ ડબલ! ગુજરાતના કયા મહિલા નેતા ટોપ પર ? જાણો કોણ કેટલું અમીર
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
ગુજરાત પોલીસમાં ફરી બમ્પર ભરતી! વર્ગ-3માં 950 જગ્યા માટે જાહેરાત, કોણ કરી શકશે અરજી ?
ગુજરાત પોલીસમાં ફરી બમ્પર ભરતી! વર્ગ-3માં 950 જગ્યા માટે જાહેરાત, કોણ કરી શકશે અરજી ?
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat MPs Assets: 10 વર્ષમાં સાંસદોની સંપત્તિ ડબલ! ગુજરાતના કયા મહિલા નેતા ટોપ પર ? જાણો કોણ કેટલું અમીર
Gujarat MPs Assets: 10 વર્ષમાં સાંસદોની સંપત્તિ ડબલ! ગુજરાતના કયા મહિલા નેતા ટોપ પર ? જાણો કોણ કેટલું અમીર
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
ગુજરાત પોલીસમાં ફરી બમ્પર ભરતી! વર્ગ-3માં 950 જગ્યા માટે જાહેરાત, કોણ કરી શકશે અરજી ?
ગુજરાત પોલીસમાં ફરી બમ્પર ભરતી! વર્ગ-3માં 950 જગ્યા માટે જાહેરાત, કોણ કરી શકશે અરજી ?
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Maharashtra:  મહારાષ્ટ્રમાં BJPએ તમામને ચોંકાવ્યા! કૉંગ્રેસ બાદ હવે ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન 
Maharashtra:  મહારાષ્ટ્રમાં BJPએ તમામને ચોંકાવ્યા! કૉંગ્રેસ બાદ હવે ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન 
લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર! EPF માટે પગાર લિમિટ થશે નક્કી, જાણો લેટેસ્ટ અપડેટ 
લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર! EPF માટે પગાર લિમિટ થશે નક્કી, જાણો લેટેસ્ટ અપડેટ 
Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!
યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!
Embed widget