શોધખોળ કરો

Cricket: સૂર્યા, અય્યર, રહાણે સાઇડમાં, વર્લ્ડકપમાં આ બેટ્સમેન નંબર 4 પર આવશે બેટિંગમાં ?

સેમસને જુલાઈ 2021માં ભારત માટે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે અત્યાર સુધી માત્ર 13 મેચ જ રમી શક્યો છે.

Sanju Samson India vs West Indies: ભારતીય ક્રિકેટ ટીમના છેલ્લા કેટલાય વર્ષોથી નંબર ચારની બેટિંગ પૉઝિશન સામે ઝઝૂમી રહી છે, વર્ષ 2019ના વનડે વર્લ્ડકપમાં પણ ચાર નંબરના બેટ્સમેનની પૉઝિશનને લઇને વર્લ્ડકપમાંથી ટીમ ઇન્ડિયાને બહાર થવાનો વારો આવ્યો હતો. હવે આ મામલે સંજૂ સેમસનનું નામ ટૉપ પર ચર્ચાઇ રહ્યું છે. વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસનને લાંબા સમય સુધી બહાર રહેવું પડ્યું હતું. તેને લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં કમબેક કર્યુ છે. સેમસને વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી વનડેમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. આ મેચમાં તે ચોથા નંબર પર રમ્યો હતો. ટીમ ઈન્ડિયાની નંબર 4 બેટિંગની સ્થિતિ ઘણા સમયથી સમસ્યાનો સામનો કરી રહી છે. આ નંબર પર ભારતે ઘણા બેટ્સમેનોને તક આપી, પરંતુ કોઈ પણ અપેક્ષા મુજબ જીવ્યું નહીં. એક રિપોર્ટ પ્રમાણે આગામી વર્લ્ડકપ માટે અત્યારે નંબર ચારની પૉઝિશન પર બેટિંગ માટે સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર અને અજિંક્યે રહાણેનું પણ નામ ચર્ચાઇ રહ્યું છે. જોકે આ બધાની વચ્ચે હવે સંજૂ સેમસને બધાના દિલ જીતી લીધા છે. 

સેમસન 2023 વર્લ્ડકપ માટે ભારતની નંબર 4ની સમસ્યા હલ કરી શકે છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી વનડેમાં ચોથા નંબરે બેટિંગ કરતા તેને 41 બૉલનો સામનો કર્યો અને 51 રન બનાવ્યા. સેમસનની ઇનિંગમાં 4 છગ્ગા અને 2 ચોગ્ગા સામેલ હતા. બીજી વનડેમાં તે નંબર 3 પર રમ્યો હતો, પરંતુ સફળ થયો ન હતો. આ મેચમાં તે 19 બૉલમાં 9 રન બનાવીને આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયા ઓગસ્ટમાં આયર્લેન્ડના પ્રવાસ બાદ સપ્ટેમ્બરમાં એશિયા કપ 2023માં રમશે. જો સંજૂને વધુ તક મળશે તો તે વધુ સારું પ્રદર્શન કરી શકશે.

સેમસને જુલાઈ 2021માં ભારત માટે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે અત્યાર સુધી માત્ર 13 મેચ જ રમી શક્યો છે. આ દરમિયાન 390 રન બનાવ્યા. સેમસનનો શ્રેષ્ઠ વનડે સ્કૉર અણનમ 86 રન હતો. તેને 3 અડધી સદી ફટકારી હતી. જો આપણે T20 ફોર્મેટની વાત કરીએ તો તેને જુલાઈ 2015માં ડેબ્યૂ કર્યું હતું. તે આ ફોર્મેટમાં માત્ર 17 મેચ જ રમી શક્યો હતો. તેને T20માં ભારત માટે 301 રન બનાવ્યા અને અડધી સદી ફટકારી.

ભારતે વનડેમાં નંબર 4 પર ઘણા ખેલાડીઓને તક આપી છે. શ્રેયસ અય્યરે ચોથા નંબર પર 20 મેચ રમી છે અને આ સમયગાળા દરમિયાન તેને 805 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 2 સદી અને 5 અડધી સદી ફટકારી હતી. અય્યર ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે. પરંતુ તેઓ ટૂંક સમયમાં પુનરાગમન કરી શકે છે. કેએલ રાહુલની વાત કરીએ તો, તેને વનડે ફોર્મેટમાં ઓપનિંગથી છઠ્ઠા નંબર સુધી બેટિંગ કરી છે. ચોથા નંબર પર બેટિંગ કરતા તેને 7 મેચ રમી અને 241 રન બનાવ્યા. રાહુલ પણ ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની બહાર છે. રાહુલ પણ પુનરાગમનની તૈયારી કરી રહ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget