T20 WC: ભારતનો વર્લ્ડકપ સુધી શું છે પ્લાન, કેટલી મેચો રમવાની છે ને કોણી-કોણી સામે ? જુઓ અહીં પુરેપુરુ શિડ્યૂલ.........
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરીઝ રમાઇ હતી, આ સીરીઝમાં ભારતીય ટીમે પ્રથમ ટી20માં મળેલી કારમી હાર બાદ જોરદાર વાપસી કરીને સીરીઝ ફતેહ કરી હતી.
![T20 WC: ભારતનો વર્લ્ડકપ સુધી શું છે પ્લાન, કેટલી મેચો રમવાની છે ને કોણી-કોણી સામે ? જુઓ અહીં પુરેપુરુ શિડ્યૂલ......... Team India: indian team full schedule till t20 world cup 2022, read here all details T20 WC: ભારતનો વર્લ્ડકપ સુધી શું છે પ્લાન, કેટલી મેચો રમવાની છે ને કોણી-કોણી સામે ? જુઓ અહીં પુરેપુરુ શિડ્યૂલ.........](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/26/b65947e56fe6dc79adffd9bb39b3de281664187726289224_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022ના ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ભારતીય ટીમ માટે પ્રેક્ટિસ માટે પણ બહુ ઓછો સમય બચ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે એક નજર ભારતની વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં જવા સુધીની સફર પર......
ભારતની જીત સાથે ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ પુરો -
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરીઝ રમાઇ હતી, આ સીરીઝમાં ભારતીય ટીમે પ્રથમ ટી20માં મળેલી કારમી હાર બાદ જોરદાર વાપસી કરીને સીરીઝ ફતેહ કરી હતી. ભારતે મોહાલી ટી20માં હારનો સામનો કર્યો હતો. આ પછી બીજી નાગપુર અને ત્રીજી હૈદરાબાદ ટી20માં શાનદાર વાપસી કરી, અને રોહિત એન્ડ કંપનીએ 9 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા સામે ટી20 સીરીઝ જીતીને જીતને પરચમ લહેરાવ્યો હતો.
હવે સાઉથ આફ્રિકા સામે થશે ટક્કર -
આવતીકાલથી એટલે કે 28 સપ્ટેમ્બરથી ભારતીય ટીમની ટક્કર દક્ષિણ આફ્રિકા સામે થવાની છે, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ઘરઆંગણે ત્રણ મેચોની ટી20 સીરીઝ રમાશે.
દક્ષિણ આફ્રિકા અને ભારતની ફૂલ સ્ક્વૉડ -
ભારતીય ટીમ - રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (ઉપકેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), આર.અશ્વિન, યુજવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, દીપક ચાહર, જસપ્રીત બુમરાહ, શ્રેયસ અય્યર, શાહબાઝ અહેમદ, ઉમેશ યાદવ.
દક્ષિણ આફ્રિકા ટીમ - તેમ્બા બવુમા (કેપ્ટન), ક્વિન્ટૉન ડીકૉક, રીઝા હેન્ડ્રીક્સ, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, જેનમેન માલન, એડન માર્કરમ, ડેવિડ મિલર, લુન્ગી એનગીડી, એનરિક નૉર્ટ્ઝે, વેન પારનેલ, એન્ડિલે ફેહલુકવાયો, ડ્વેન પ્રિટૉરિયસ, કગિસો રબાડા, તબરેજ શમ્સી.
આફ્રિકા સામે ટી20માં ત્રણ ફેરફાર સાથે ઉતરશે ભારતીય ટીમ -
ભારતીય ટીમમાં (Team India) મોટો ફેરફાર થયો છે, આ સીરીઝમાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને (Hardik Pandya) આરામ આપવામા આવ્યો છે, દીપક હુડા (Deepak Hooda) પીઠની ઇજાના કારણે બહાર થઇ ગયો છે અને મોહમ્મદ શમી (Mohammed Shami) હજુ સુધી કૉવિડ-19માંથી રિકવર નથી થયો. આ ત્રણેય ખેલાડીએ સીરીઝમાંથી બહાર થઇ ગયા છે, અને તેની જગ્યાએ ટીમ ઇન્ડિયામાં ત્રણ નવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યુ છે. રિપોર્ટ પ્રમાણે શાહબાઝ અહેમદ (Shahbaz Ahmed), શ્રેયસ અય્યર (Shreyas Iyer) અને ઉમેશ યાદવ (Umesh Yadav)ની ટીમમાં એન્ટ્રી થઇ છે.
સાઉથ આફ્રિકાનો ભારત પ્રવાસ -
28 સપ્ટેમ્બર - પહેલી ટી20, તિરુવનંન્તપુરમ્
2 ઓક્ટોબર - બીજી ટી20, ગુવાહાટી
4 ઓક્ટોબર - ત્રીજી ટી20, ઇન્દોર
ભારત-દક્ષિણ આફ્રિકા વનડે સીરીઝ -
6 ઓક્ટોબર - પ્રથમ વનડે, લખનઉ
9 ઓક્ટોબર - બીજી વનડે, રાંચી
11 ઓક્ટોબર - ત્રીજી વનડે, દિલ્હી
ભારતની ટી20 વર્લ્ડકપની સફર-
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સીરીઝ બાદ ભારતીય ટીમ સીધી 2022 ટી20 વર્લ્ડકપ રમવા માટે ઓસ્ટ્રેલિયા રવાના થશે. અહીં વૉર્મ અપ મેચોથી શરૂઆત કરશે.
ટી20 વર્લ્ડકપ 2022ની વૉર્મ અપ મેચો -
17 ઓક્ટોબર - ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા
19 ઓક્ટોબર - ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)