શોધખોળ કરો
Advertisement
ચોથી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં થયો ફેરફાર, આ સ્ટાર ખેલાડીને કરાયો બહાર, જાણો વિગતે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટ 4 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારત મેચ જીતે કે ડ્રો કરશે તો પણ આઈસીસી વર્લ્ડ ચેમ્પિનશીપની ફાઈનલમાં પહોંચી જશે
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે છેલ્લી ટેસ્ટ મેચ 4થી માર્ચે અમદાવાદમાં રમાશે, આ પહેલા ભારતીય ટીમમાં એક મોટો ફેરફાર કરવામા આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે ચોથી અને ફાઇનલ ટેસ્ટમાંથી સ્ટાર બૉલર જસપ્રીત બુમરાહને બહાર કરાયો છે. બીસીસીઆઇએ શનિવારે બુમરાહની ચોથી ટેસ્ટ ના રમવાની જાણકારી આપી હતી.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટ 4 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારત મેચ જીતે કે ડ્રો કરશે તો પણ આઈસીસી વર્લ્ડ ચેમ્પિનશીપની ફાઈનલમાં પહોંચી જશે. BCCIના ટ્વીટ મુજબ, જસપ્રીત બુમરાહે વ્યક્તિગત કારણોને લીધે ચોથી ટેસ્ટ મેચ પહેલા બીસીસીઆઈને ભારતની ટીમમાં મુકત કરવા વિનંતી કરી હતી. જેને લઈ ટીમ ઈન્ડિયામાંથી તેને મુક્ત કરવામાં આવ્યો છે.
ખાસ વાત છે કે બુમરાહની જગ્યાએ ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં મોહમ્મદ સિરાજને જગ્યા મળી શકે છે. કેમકે બીજી ટેસ્ટમાં પણ બુમરાહને આરામ આપયો હતો તે સમયે મોહમ્મદ સિરાજને રમાડવામાં આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion