શોધખોળ કરો

Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Rain Forecast: સતત 3 દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ બાદ છેલ્લા 24 કલાકથી સાર્વત્રિક વરસાદનું જોર ઘટ્યું છે. જો કે આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે. આજે વાવ, થરાદ, પાટણ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ ખાબકી શકે છે. એ સિવાય અમદાવાદ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે. જો કે 30 જુલાઈથી વરસાદના વધુ એક રાઉન્ડ આવશે. બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતા ફરી ધોધમાર વરસાદ ખાબકશે. ગુરુવારથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદી માહોલ શરૂ થશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ શુક્રવારથી ભારે વરસાદ શરૂ થઈ શકે છે.

મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, અને ભરૂચમાં પણ શુક્રવારથી અતિભારે વરસાદ શરૂ થશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 137 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ ચાર ઈંચ, બનાસકાંઠાના અમીરગઢમાં સવા ત્રણ ઈંચ, ડીસામાં 3 ઈંચ, વાવ-થરાદના રાહ તાલુકામાં અઢી ઈંચ જ્યારે લાખણીમાં 1.77 ઈંચ વરસાદ ખાબક્યો તો રાત્રી દરમિયાન મહેસાણામાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો.

અમદાવાદમાં મોડી રાતથી વરસી રહ્યો છે વરસાદ

વીજળીના કડાકા ભડાકા સાથે સવારના સમયે પણ વરસાદ ચાલુ રહ્યો હતો. સાયન્સ સિટી, એસજી રોડ, વસ્ત્રાપુર, થલતેજ, બોડક દેવ, મેમનગર, ઘાટલોડિયા અને ચાંદલોડિયામાં એક-એક જેટલો વરસાદ ખાબક્યો હતો. તો બોપલ, ઘૂમા, સરખેજ,જોધપુર, સેટેલાઈટ, વાસણા, નવરંગપુરા, ન્યૂ રાણીપ, આશ્રમ રોડ, દૂધેશ્વર, મેમકો, શાહપુર, અસારવા,હંસપુરા સહિતના વિસ્તારોમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. 

અમદાવાદ પૂર્વના ઓઢવ, વસ્ત્રાલ, રામોલ, હાટકેશ્વર, નિકોલ, બાપુનગર, ઠક્કરબાપાનગર, નરોડા, નારોલ, રખિયાલ, સીટીએમ, ઈસનપુર, ઘોડાસર, જશોદાનગર સહિતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. તો સવારથી ખાબકી રહેલા ધોધમાર વરસાદના કારણે અમદાવાદ શહેર પૂર્વ અને પશ્ચિમ ડીઈઓ કચેરીએ તમામ સ્કૂલોને તાકીદે સૂચના બહાર પાડી સ્થાનિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને નિર્ણય લેવા સૂચના આપી હતી. શાળા પરિસરમાં પાણી ન ભરાયા હોય અને વાહનવ્યવહાર સુરક્ષિત હોય તેની ખાતરી કર્યા બાદ જ શાળા શરૂ કરવાનો સ્પષ્ટ આદેશ અપાયો છે. જો કોઈ જોખમ જણાય તો વિદ્યાર્થીઓની સલામતી અર્થે તાત્કાલિક નિર્ણય લઈ વાલીઓને સમયસર જાણ કરવા સૂચના આપી હતી. અમદાવાદ શહેરમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 19.19 ઈંચ સાથે 53.31 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. જ્યારે 21 વિસ્તારોમાં તો 20 ઈંચથી વધુ વરસાદ વરસી ચુક્યો છે જેમાં સરખેજ અર્બન હેલ્થમાં સૌથી વધુ 27.55 ટકા અને બોપલમાં 27.28 ઈંચ વરસાદ ખાબકી ચુક્યો છે.

ગુજરાત વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય
Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
Embed widget