શોધખોળ કરો

IND vs NZ 3rd ODI: ટીમ ઇન્ડિયા પાસે નંબર-1 બનવાની સારી તક, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રીજી વન-ડેમાં આવી હોઇ શકે છે પ્લેઇંગ-11

ભારતીય ટીમ પાસે આ મેચ જીતીને ICC રેન્કિંગમાં નંબર-1 પર બનવાની સુવર્ણ તક છે.

ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની છેલ્લી મેચ આજે ઈન્દોરમાં રમાશે.  રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ આ મેચ જીતીને કિવીઓને ક્લીન સ્વીપ કરવાનું લક્ષ્ય રાખશે. ભારતીય ટીમ પાસે આ મેચ જીતીને ICC રેન્કિંગમાં નંબર-1 પર બનવાની સુવર્ણ તક છે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી વન-ડે મેચ આજે (24 જાન્યુઆરી) ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને 12 રને હરાવ્યું હતું. આ સાથે જ બીજી મેચમાં તેણે આઠ વિકેટથી શાનદાર વિજય મેળવ્યો હતો. આવી સ્થિતિમાં ટીમ ઇન્ડિયા આ મેચ જીતશે તો તે શ્રેણી 3-0થી કબજે કરી લેશે. ભારત પાસે ત્રીજી વનડે જીતીને નંબર-1 બનવાની તક પણ છે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે.

કોહલી-રોહિત પાસે સારી ઇનિંગની આશા

ઓપનર શુભમન ગિલ શાનદાર ફોર્મમાં છે. ગિલે પ્રથમ મેચમાં બેવડી સદી ફટકારી હતી અને બીજી મેચમાં અણનમ 40 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ બીજી મેચમાં પણ અડધી સદી ફટકારી હતી. શ્રીલંકા સામે બે અને બાંગ્લાદેશ સામે એક સદી ફટકારનાર વિરાટ કોહલી પ્રથમ બે મેચમાં નિષ્ફળ રહ્યો હતો, તેથી તેનું લક્ષ્ય પણ મોટી ઇનિંગ્સ રમવાનું રહેશે.

T20 નંબર-1 બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પાસેથી સારી ઇનિંગ્સની અપેક્ષા રાખવામાં આવી હતી પરંતુ તે શ્રેણીની પ્રથમ મેચમાં નિષ્ફળ ગયો હતો. હાર્દિક પંડ્યા પણ મિડલ ઓર્ડરમાં પુરતું યોગદાન આપી શકતો નથી. પોતાના ડેબ્યુની રાહ જોઈ રહેલા રજત પાટીદાર પણ ટીમમાં હાજર છે. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ રજતને ડેબ્યૂ આપે છે કે નહીં તે જોવાનું રહેશે. પાટીદારે સ્થાનિક સ્તરે પોતાના પ્રદર્શનથી પ્રભાવિત કર્યા છે.

ઉમરાન મલિક રમે તેવી શક્યતા છે

મોહમ્મદ શમી અથવા મોહમ્મદ સિરાજની જગ્યાએ ઝડપી બોલર ઉમરાન મલિકને તક મળે તેવી શક્યતા છે. લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલના નામ પર વિચાર કરી શકાય છે. જો કે, કુલદીપ યાદવને ડ્રોપ કરવામાં આવે તેવી શક્યતા નથી. વોશિંગ્ટન સુંદરને પણ પ્લેઈંગ-11માં રાખવામાં આવે તેવી આશા છે.

બીજી તરફ, ન્યૂઝીલેન્ડ આ મેચ જીતીને ભારતને ક્લીન સ્વીપ કરતા રોકવાનો પૂરો પ્રયાસ કરશે. ન્યૂઝીલેન્ડ બેટિંગમાં તેના કેપ્ટન કેન વિલિયમસનની ખોટ અનુભવી રહ્યું છે. ન્યૂઝીલેન્ડના ટોપ-6 બેટ્સમેનોએ છેલ્લી 30 ઇનિંગ્સમાં માત્ર સાત વખત 40 કે તેથી વધુ રન બનાવ્યા છે. અત્યાર સુધી માત્ર માઈકલ બ્રેસવેલ જ વર્તમાન સીરિઝમાં સારી બેટિંગ કરી શક્યો છે. જોકે મિશેલ સેન્ટનરે પણ હૈદરાબાદમાં પ્રથમ મેચમાં સારી બેટિંગ કરી હતી.

આ મેદાન પર વનડેમાં ભારતનો અજેય રેકોર્ડ છે

હોલકર સ્ટેડિયમની પીચ બેટ્સમેન માટે અનુકૂળ માનવામાં આવે છે અને અહીં બોલરોએ બેટ્સમેનોને કાબૂમાં લેવા માટે ઘણી મહેનત કરવી પડશે. તે જોવું જોઈએ કે ઝડપી બોલરોને બીજી ઈનિંગમાં થોડી મદદ મળી શકે છે, જ્યારે સ્પિનરો મધ્ય ઓવરોમાં અસરકારક સાબિત થઈ શકે છે. ઈન્દોરનું મેદાન ભારતીય ટીમ માટે ખૂબ જ નસીબદાર રહ્યું છે કારણ કે તેણે અહીં પાંચ વનડે રમી છે અને તે તમામ જીતી છે.

ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન

શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
Embed widget