T20 WC 2022: પહેલીવાર T20 વર્લ્ડકપ રમશે આ પાંચ ભારતીય ખેલાડી, જાણો લિસ્ટમાં કયા કયા છે સામેલ.....
ટીમ ઇન્ડિયાની 15 સભ્યોની સ્ક્વૉડમાં આ વખતે 5 એવા ખેલાડી હશે જે પહેલીવાર ટી20 વર્લ્ડકપ રમશે, આમાં યુવા અને અનુભવી બન્ને ખેલાડી સામેલ છે, આ ખેલાડી કયા કયા છે ? અહીં જુઓ............
Team India's Squad for T20 WC: ટી20 વર્લ્ડકપ 2022 (T20 World Cup 2022) માટે ટીમ ઇન્ડિયા (Team India) 6 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા રવાના થશે. ટીમ ઇન્ડિયાની 15 સભ્યોની સ્ક્વૉડમાં આ વખતે 5 એવા ખેલાડી હશે જે પહેલીવાર ટી20 વર્લ્ડકપ રમશે, આમાં યુવા અને અનુભવી બન્ને ખેલાડી સામેલ છે, આ ખેલાડી કયા કયા છે ? અહીં જુઓ............
આ પાંચ ખેલાડીઓ રમશે પહેલીવાર ટી20 વર્લ્ડકપ -
1. યુજવેન્દ્ર ચહલ -
ટી20 ક્રિકેટ વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયા માટે સૌથી વધુ વિકેટ ઝડપનારો સ્પીનર યુજવેન્દ્ર ચહલ માટે આ પહેલો ટી20 વર્લ્ડકપ હશે, ગયા વર્ષે રમાયેલા ટી20 વર્લ્ડકપ 2021માં તેને ટીમમાં સામેલ ન હતો કરાયો, અને તે પહેલા વર્ષ ટી20 વર્લ્ડકપ 2016માં તેનુ ટી20માં ડેબ્યૂ પણ નહતુ થયુ, યુજવેન્દ્ર ચહલ અત્યાર સુધી 67 ટી20 મેચોમાં 85 વિકેટો ઝડપી ચૂક્યો છે.
2. અક્ષર પટેલ -
સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલ આમે તો વર્ષ 2015માંથી જ ટી20 ઇન્ટરનેશનલમાં ડેબ્યૂ કરી ચૂક્યો છે, પરંતુ તેને આ બધાની વચ્ચે રમાયેલા બે ટી20 વર્લ્ડકપની ટીમમાં સામેલ ન હતો કરવામા આવ્યો, પરંતુ આ વખતે રવીન્દ્ર જાડેજા બહાર થવાથી તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અક્ષર પટેલે 31 ટી20 ઇન્ટરનેશનલ મેચોમાં 31 વિકટો ઝડપી છે અને 153 રન બનાવ્યા છે.
3. હર્ષલ પટેલ -
મધ્યમ ગતિના ફાસ્ટ બૉલર હર્ષલ પટેલનુ ઇન્ટરનેશનલ ડેબ્યૂ ટી20 વર્લ્ડકપ બાદ થયુ છે, આવામાં તેના માટે આ પહેલો ટી20 વર્લ્ડકપ હશે, હર્ષલ અત્યાર સુધી 22 ટી20 મેચો રમી ચૂક્યો છે, અને તેના નામે 26 વિકેટો નોંધાયેલી છે.
4. અર્શદીપ સિંહ -
IPL 2022 બાદ ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરનારા અર્શદીપ સિંહ માટે આ પહેલો ટી20 વર્લ્ડકપ છે, આ ખેલાડીએ પોતાના ડેબ્યૂથી લઇને અત્યાર સુધી પોતાની બૉલિંગથી બધાને પ્રભાવિત કર્યા છે, અને ટી20 વર્લ્ડકપ સ્ક્વૉડમાં જગ્યા બનાવી છે, અર્શદીપ અત્યાર સુધી 13 ટી20 મેચોમાં 19 વિકેટો ઝડપી ચૂક્યો છે.
5. દીપક હુડ્ડા -
દીપક હુડ્ડાનુ પણ આ ઇન્ટરનેશનલ ડેબ્યૂ આ વર્ષ થયુ છે, આવામાં તેને પહેલીવાર ટી20 વર્લ્ડકપ સ્ક્વૉડમાં પસંદ કરાયો છે. મધ્યમક્રમના આ બેટ્સમેને અત્યાર સુધી 12 T20Iમાં 293 રન બનાવ્યા છે, હુડ્ડા હાલ ઇજાગ્રસ્ત છે અને એવી સંભાવનાઓ છે કે, તે સ્ક્વૉડમાંથી બહાર થઇ શકે છે.