(Source: ECI/ABP News/ABP Majha)
Team India: વારંવાર ટીમમાંથી પત્તુ કપાતા નિરાશ હિન્દુ ક્રિકેટરે શેર કરી સાંઇ બાબાની તસવીર, જાણો કેમ
ભારતને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રણ ટી20 મેચોની સીરીઝ રમવાની છે, અને સાથે ત્રણ વનડે મેચોની સીરીઝ પણ ન્યૂઝીલેન્ડ સામે રમવાની છે.
Team India: ભારતીય ટીમ અત્યારે ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડકપ 2022 રમી રહી છે. જેમા ટીમ ઇન્ડિયા શાનદાર પ્રદર્શન કરી રહી છે, પરંતુ આ પછી ટીમ ઇન્ડિયાને ન્યૂઝીલેન્ડ સામે સીરીઝમાં ટકરાવવાનુ છે. ટી20 વર્લ્ડકપની વચ્ચે ભારતીય ટીમના પસંદગીકારોએ ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી કરી છે, પરંતુ આ વિવાદો અને ચર્ચાનો વિષય બની ગઇ છે, કેમ કે આ ટીમમાં સ્ટાર અને તોફાની બેટ્સમેન પૃથ્વી શૉનુ પત્તુ ફરી એકવાર કપાઇ ગયુ છે.
ભારતને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રણ ટી20 મેચોની સીરીઝ રમવાની છે, અને સાથે ત્રણ વનડે મેચોની સીરીઝ પણ ન્યૂઝીલેન્ડ સામે રમવાની છે. આ સીરીઝ પુરી થયા બાદ ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશને પ્રવાસ કરશે, જ્યાં ટીમને ત્રણ મેચોની વનડે સીરીઝ અને બે ટેસ્ટ મેચોની સીરીઝ રમવાની છે. ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ સામેની આ સીરીઝ માટે બીસીસીઆઇ ચીફ સિલેક્ટર ચેતન શર્માએ ટીમની જાહેરાત કરી દીધી છે. આમાં ફરી એકવાર પૃથ્વી શૉને નજરઅંદાજ કરીને બહાર રાખવામા આવ્યો છે. આ વાતને લઇને તોફાની ઓપનર બેટ્સમેન પૃથ્વી શૉ નિરાશ અને નારાજ થયો છે, તેને એક પૉસ્ટ દ્વારા પોતાનુ દુઃખ વ્યક્ત કર્યુ છે.
પૃથ્વીએ શું કરી પૉસ્ટ -
પૃથ્વી શૉએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક સાંઇ બાબાની તસવીર શેર કરી છે, જેના પર લખેલુ છે, - આશા છે કે તમે બધુ જોઇ રહ્યાં છો સાંઇ બાબા. પૃથ્વી શૉએ આ તસવીર દ્વારા પોતાનુ દુઃખ વ્યક્ત કર્યું છે. પૃથ્વીની આ પૉસ્ટ અત્યારે ખુબ વાયરલ થઇ રહી છે.
Team india Announced: ભારતે ન્યૂઝીલેન્ડ-બાંગ્લાદેશ પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી, શિખર ધવનને મળી કમાન
ન્યુઝીલેન્ડ સામેની ભારતની T20I ટીમઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિષભ પંત (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડા, સૂર્ય કુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (વિકેટકીપર), સુંદર, યુઝવેન્દ્ર ચહલ , કુલદીપ યાદવ , અર્શદીપ સિંહ , હર્ષલ પટેલ , મોહમ્મદ. સિરાજ, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક.
ન્યુઝીલેન્ડ ODI માટે ટીમ: -
શિખર ધવન (કેપ્ટન), ઋષભ પંત (WK), શુભમન ગિલ, દીપક હુડા, સૂર્ય કુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (WK), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, શાહબાઝ અહેમદ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ , દીપક ચહર , કુલદીપ સેન , ઉમરાન મલિક.
બાંગ્લાદેશ ODI માટે ટીમ: -
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટકિપર), ઈશાન કિશન (વિકેટકિપર), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર , મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચહર, યશ દયાલ
ક્યારે રમાશે વન ડે અને ટી20 સિરીઝઃ -
ભારત અને ન્યૂઝિલેન્ડની આ બંને સિરીઝની શરુઆત 18 નવેમ્બરથી થશે જ્યાં આ પ્રથમ ટી20 સિરીઝ શરુ થશે. 18 નવેમ્બરે પ્રથમ ટી20, 20 નવેમ્બરે બીજી ટી20 અને 22 નવેમ્બરે ત્રીજી ટી20 મેચ રમાશે. ત્યાર બાદ 25 નવેમ્બરે વનડે સિરીઝની પ્રથમ મેચ રમાશે. જ્યારે 27 નવેમ્બરે બીજી વન ડે મેચ અને 30 નવેમ્બરના રોજ વનડે સિરીઝની અંતિમ મેચ રમાશે.