(Source: ECI/ABP News/ABP Majha)
Asia Cupમાં ખરાબ પ્રદર્શન બાદ આ ખેલાડીઓને ટીમ ઇન્ડિયામાંથી તગડી મુકાશે, એકની તો થઇ શકે છે કેરિયર ખતમ, જાણો
એશિય કપ 2022માં ભારતીય ટીમનો સફર પુરો થઇ ગયો છે, આ સાથે જ આ ત્રણ-ચાર ખેલાડીઓ પર સવાલો ઉઠ્યા છે,
Indian Bowlers In Asia Cup 2022: એશિયા કપ 2022માંથી ભારતીય ટીમનો સફર પુરો થઇ ગયો છે, ગઇકાલે અફઘાનિસ્તા સામેની મેચ બાદ ટીમ ઇન્ડિયા સુપર-4 રાઉન્ડમાંથી બહાર થઇ ગઇ છે, અને ફાઇનલમાં પાકિસ્તાન અને શ્રીલંકાની એન્ટ્રી થઇ ગઇ છે. એશિયા કપ 2022માં ભારતીય ટીમની બેટિંગ સારી રહી પરંતુ કોઇપણ મેચમાં ટીમ ઇન્ડિયા લક્ષ્યને ડિફેન્ડ ના કરી શક્યુ, એટલે કે ભારતીય બૉલરો સફળ ના રહ્યાં. આ પછી લાગી રહ્યું છે કે, એશિયા કપ બાદ કેટલાક ખેલાડીઓને ટીમ ઇન્ડિયામાંથી હકાલપટ્ટી થઇ શકે છે. ખાસ વાત છે કે પાકિસ્તાન અને શ્રીલંકા સામેની મેચમાં ડેથ ઓવરમાં ભારતીય બૉલરોનુ પ્રદ્રશન એકદમ ખરાબ રહ્યું હતુ. આ પછી બૉલિંગ ડિપાર્ટમેન્ટ પર સવાલો પણ ઉઠ્યા હતા. જાણો ક્યા કયા ખેલાડીઓને ટીમ ઇન્ડિયામાંથી તગેડી મુકાઇ શકે છે....
ભુવનેશ્વર કુમાર -
એશિયા કપ 2022માં ટીમ ઇન્ડિયાના સ્વિંગ માસ્ટર ગણાતા ભુવનેશ્વર કુમારે કંઇ ખાસ કમાલ નથી કર્યો. ફાસ્ટ બૉલિંગને લીડ કરી રહ્યો હતો, પરંતુ પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમ્યા બાદ કોઇપણ મેચમાં તેની બૉલિંગનો દમ દેખાયો હતો. ખાસ વાત છે કે, સુપર 4 રાઉન્ડમાં પાકિસ્તાન અને શ્રીલંકા સામેની મેચમાં ભુવનેશ્વર કુમારે બૉગસ બૉલિંગનુ પ્રદર્શન કર્યુ, જોકે, છેલ્લી અફઘાનિસ્તાન સામેની મેચમાં 5 વિકેટો ઝડપી હતી.
આવેશ ખાન -
આવેશ ખાન એશિયા કપ 2022માં સુપર 4 રાઉન્ડમાં ભારતીય ટીમનો ભાગ નહતો, પરંતુ અગાઉની મેચોમાં તેની બૉલિંગમાં કંઇક દમ જોવા મળ્યો નહીં. પાકિસ્તાન સામેની મેચમાં આવેશ ખાને 2 ઓવરમાં 19 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. કુલ 4 ઓવરમાં 53 રન આપ્યા હતા.
રવિ અશ્વિન -
ભારતીય ઓફ સ્પિનર અને અનુભવી બૉલર આર અશ્વિને પણ એશિયા કપ 2022માં કોઇ ખાસ કમાલ નથી કર્યો, જોકે, તેને ઓછી મેચોમાં રમવાનો મોકો મળ્યો હતો. શ્રીલંકા વિરુદ્ધ અશ્વિને 4 ઓવરમાં 32 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. અફઘાનિસ્તાન સામે પણ કંઇક ખાસ કમાલ નથી કરી શક્યો.
અર્શદીપ સિંહ -
અર્શદીપ સિંહ પાકિસ્તાન વિરુદ્ધ મોહમ્મદ આસિફનો કેચ છોડવાને લઇને નિશાને ચઢ્યો હતો. સોશ્યલ મીડિયા પર ટ્રૉલ પણ થયો હતો. અર્શદીપ સિંહ પાકિસ્તાન અને શ્રીલંકા સામે ડેથ ઓવરોમાં ઠીક ઠાક બૉલિંગ કરી હતી.
એશિય કપ 2022માં ભારતીય ટીમનો સફર પુરો થઇ ગયો છે, આ સાથે જ આ ત્રણ-ચાર ખેલાડીઓ પર સવાલો ઉઠ્યા છે, માનવામાં આવી રહ્યું છે કે ટીમ મેનેજમેન્ટ આ ખેલાડીઓને ટીમમાંથી બહારનો રસ્તો બતાવી શકે છે. આર અશ્વિનની તો લગભગ કેરિયર ખતમ પણ થઇ શકે છે.