(Source: ECI/ABP News/ABP Majha)
Leicestershire વિરુદ્ધ આજે પ્રેક્ટિસ મેચ રમશે ભારતીય ટીમ, રોહિત શર્માની આગેવાનીમાં આવી હશે પ્લેઇંગ ઇંલેવન
ભારતીય ટીમ ગુરુવારથી Leicestershire વિરુદ્ધ પ્રેક્ટિસ મેચ (Practice Match) રમશે. આ મેચમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ (Indian Team) રોહિત શર્મા (Rohit Sharma) કરશે,
Indian Team Practice Match: ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ઇંગ્લેન્ડ (England) ના પ્રવાશે છે, આ પ્રવાસ પર ટીમ ઇન્ડિયા 5 મેચોની સીરીઝની બાકી રહેલી એક મેચ રમશે, હાલ આ સીરીઝમાં ભારતીય ટીમ (Indian Team) 2-2 થી આગળ છે, અને જો ભારતી ટીમ (Indian Team) છેલ્લી ટેસ્ટ મેચ જીતવામાં કે ડ્રૉ કરાવવામાં સફળ થાય છે, તો સીરીઝ પોતાના નામે કરી લેશે. ભારતીય ટીમ છેલ્લે વર્ષ 2007માં ઇંગ્લેન્ડ (England) ની જમીન પર ટેસ્ટ સીરીઝ (Test Series) જીતવામાં સફળ થઇ હતી, તે ભારતીય ટીમ (Indian Team)ના કેપ્ટન રાહુલ દ્રવિડ (Rahul Dravid) હતો.
રોહિત શર્મા હશે ભારતીય ટીમનો કેપ્ટન -
ભારતીય ટીમ ગુરુવારથી Leicestershire વિરુદ્ધ પ્રેક્ટિસ મેચ (Practice Match) રમશે. આ મેચમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ (Indian Team) રોહિત શર્મા (Rohit Sharma) કરશે, જ્યારે સેમ ઇવેન્સ (Sam Evans) Leicestershireના કેપ્ટન હશે. ખરેખરમાં, ઇંગ્લેન્ડ (England)ની વિરુદ્ધ ટેસ્ટ સીરીઝમાં હાલ આ અભ્યાસ મેચ (Practice Match) ખુબ મહત્વની માનવામાં આવી રહી છે. આ અભ્યાસ મેચ (Practice Match) માં ઓફ સ્પિનર રવિ અશ્વિન (Ravi Ashwin) ભારતીય ટીમનો ભાગ નહીં હોય. રવિ અશ્વિનનો (Ravi Ashwin) કોરોના રિપોર્ટ (Corona Report) પૉઝિટીવ આવ્યો છે.
Leicestershire વિરુદ્ધ અભ્યાસ મેચમાં આવી હશે ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન -
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, કેએસ ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ.
આ પણ વાંચો.....
Horoscope Today 23 June 2022: આ બંને રાશિએ આજે આ કામ ન કરવું થશે નુકસાન, જાણો આજનું રાશિફળ
Weight Loss With Sleep: સારી ઊંઘ વિના વજન નહીં ઘટે, જાણો ઊંઘ અને વજન વચ્ચે શું છે કનેક્શન