શોધખોળ કરો

સૂર્યકુમારની બેટિંગથી આર્શ્ચયચકિત થયેલા રવિ શાસ્ત્રીએ તેને ટીમ ઇન્ડિયામાં સામેલ કરવા અંગે શું કહ્યું, જાણો વિગતે

ટીમ ઇન્ડિયાના કૉચ રવિ શાસ્ત્રી પણ આશ્ચર્યચકિત થઇ ગયા છે. સૂર્યકુમાર યાદવે 43 બૉલમાં 79 રનોની અણનમ રમત રમી, જેમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા. રવિ શાસ્ત્રીએ સૂર્યકુમાર યાદવને નમસ્કાર કર્યા છે

નવી દિલ્હીઃ આઇપીએલની 48મી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વિરુદ્ધ જીત અપાવનારા સૂર્યકુમાર યાદવની ચારેયબાજુ પ્રસંશા થઇ રહી છે. મુંબઇની આ જીતના હીરો સૂર્યકુમારની બેટિંગને લઇને હવે ટીમ ઇન્ડિયાના કૉચ રવિ શાસ્ત્રી પણ આશ્ચર્યચકિત થઇ ગયા છે. સૂર્યકુમાર યાદવે 43 બૉલમાં 79 રનોની અણનમ રમત રમી, જેમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા. રવિ શાસ્ત્રીએ સૂર્યકુમાર યાદવને નમસ્કાર કર્યા છે. ટીમ ઇન્ડિયાના હેડ કૉચ રવિ શાસ્ત્રીએ સૂર્યકુમાર યાદવની પ્રસંશા કરતા ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર સાથે લખ્યું- સૂર્ય નમસ્કાર, મજબૂત રહિએ અને ધૈર્ય રાખો સૂર્યકુમાર યાદવ. રવિ શાસ્ત્રીની આ વાત સૂર્યકુમારને ટીમ ઇન્ડિયા સામેલ કરવા અંગેનો આડકતરો ઇશારો છે. આઇપીએલ 2020માં સૂર્યકુમાર યાદવ સારા ફોર્મમાં છે. આ સિઝનમાં 12 મેચોમાં તે 40.22ની એવરેજ અને 155.36ની સ્ટ્રાઇક રેટથી 362 રન બનાવી ચૂક્યો છે. આ દરમિયાન તેને 48 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા છે. ડૉમેસ્ટિક ક્રિકેટમાં સતત સારુ પ્રદર્શન કરી રહેલા સૂર્યકુમાર યાદવને ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન સિલેક્ટ થવાની આશા હતી, પરંતુ તેને જગ્યા મળી નહીં. ઉલ્લેખનીય છે કે, મેચ વિનિંગ ઇનિંગ રમનારા સૂર્યકુમાર યાદવે લઇને અગાઉ મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન કીરોન પોલાર્ડે પણ પ્રસંશા કરી હતી. ખાસ વાત છે કે લૉકડાઉન દરમિયાન સૂર્યકુમાર યાદવે પોતાની રમત પર ધ્યાન કેન્દ્રિત કર્યુ, જેના કારણે આઇપીએલમાં સફળ થઇ શક્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget